Uttarakhand Police: ઉત્તરાખંડના રૂરકી જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક પ્રેમ કહાની અચાનક ભયાનક કહાનીમાં ફેરવાઈ ગઈ છે. અહીં એક યુવકે પહેલા તેની પ્રેમિકા પર ચાકુથી હુમલો કર્યો. આ પછી, તેણે તેના પર પેટ્રોલ રેડ્યું અને આગ લગાવી દીધી. આ પછી યુવકે ગળામાં છરી મારીને પોતાની જાતને આગ ચાંપી દીધી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ ઘાયલ યુવક અને યુવતીને જિલ્લાની સરકારી હોસ્પિટલમાં લઈ ગઈ અને કેસની તપાસ શરૂ કરી. પ્રાથમિક સારવાર બાદ બંનેને ઉચ્ચ કેન્દ્રમાં રીફર કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં રહેલા 438 પાકિસ્તાની નાગરિકોનું લિસ્ટ, આ રીતે તગેડવાનો પ્લાન કરાયો તૈયાર
10 વર્ષથી ચાલતું હતું પ્રેમ પ્રકરણ
આ મામલો રૂરકીના બુગ્ગાવાલા પોલીસ સ્ટેશન વિસ્તારના બુધવા શહીદ વિસ્તારનો છે. ઇજાગ્રસ્ત યુવતીએ હોસ્પિટલમાં પોલીસને જણાવ્યું કે આરોપી યુવક સાથે છેલ્લા 10 વર્ષથી પ્રેમ સંબંધમાં હતી. બંને લગ્ન માટે તૈયાર હતા. આ અંગે બંનેએ તેમના પરિવારજનોને જણાવ્યું હતું. યુવતીનો પરિવાર લગ્ન માટે તૈયાર હતો. પરંતુ યુવકના પરિવારે લગ્નની ના પાડી દીધી હતી. જ્યારે તેણે લગ્ન કરવાની ના પાડી દીધી તો યુવતીના પરિવારે બીજી જગ્યાએ સંબંધ શોધવાનું શરૂ કર્યું.
1 કે 2 નહીં, આ છે Jioના 7 સૌથી સસ્તા રિચાર્જ પ્લાન; મળશે બમ્પર ડેટા અને કોલિંગનો લાભ
ભયાનક ઘટનાને અંજામ
આ વાતથી નારાજ થઈને યુવકે આ ઘૃણાસ્પદ કૃત્ય કર્યું હતું. યુવતી યુપીના દેવબંદના નાગલ વિસ્તારની રહેવાસી છે. તે રૂડકીમાં એક રેસ્ટોરન્ટમાં કામ કરે છે. યુવક મુઝફ્ફરનગરનો રહેવાસી હોવાનું કહેવાય છે. પોલીસ આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે. ત્યારે આ સનસનાટીભર્યા બનાવથી વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે.
અંબાલાલે મહિના પહેલા જ કરી હતી આતંકી હુમલાની આગાહી! ભારત માટે કેવો રહેશે આગામી સમય?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે