Home> India
Advertisement
Prev
Next

Gold Scheme: "પ્લાસ્ટિક આપો અને સોનાનો સિક્કો ફ્રી લઈ જાઓ" દેશનું એકમાત્ર ગામ જ્યાં ભંગારના બદલે મળે છે સોનું

Gold Scheme: સ્વચ્છતા અને પર્યાવરણને જાળવવા માટે પ્લાસ્ટિક મુક્ત ધરતી માટે આ ગામના સરપંચે પહેલ પણ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ગામ ચર્ચાનો વિષય બની રહ્યું છે. કારણ કે અહીં લોકોને 20 ક્વિન્ટલ પ્લાસ્ટિક વેસ્ટ આપવા બદલ એક સોનાનો સિક્કો ફ્રી આપવામાં આવે છે.

Gold Scheme:

Gold Scheme: ભારત નાના નાના ગામડાઓથી બનેલો દેશ છે. જો ભારતમાં પર્યાવરણ સુધારવું હોય તો અહીંના ગામડાઓને સ્વચ્છ બનાવવા પડશે. જો ગામડા સ્વચ્છ થઈ જાય તો દેશનું ચિત્ર બદલાઈ જાય. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં દેશના ઘણા ગામોની સુરત બદલી ચુકી છે. દુનિયાભરમાં આ ગામોનો ડંકો વાગ્યો છે. તેવામાં હવે આવું જ કંઈક જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના એક ગામમાં થવા જઈ રહ્યું છે.  

fallbacks

સ્વચ્છતા અને પર્યાવરણને જાળવવા માટે પ્લાસ્ટિક મુક્ત ધરતી માટે આ ગામના સરપંચે પહેલ પણ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ગામ ચર્ચાનો વિષય બની રહ્યું છે. કારણ કે અહીં લોકોને 20 ક્વિન્ટલ પ્લાસ્ટિક વેસ્ટ આપવા બદલ એક સોનાનો સિક્કો ફ્રી આપવામાં આવે છે.  

આ પણ વાંચો:

દેશના આ રાજ્યોમાં હજી 5 દિવસ ચાલશે મેઘતાંડવ, હવામાન વિભાગે કરી ભયંકર વરસાદની આગાહી

Online મળી રહ્યા છે 70 રૂપિયે કિલો ટમેટા, આ એપમાં ઓર્ડર કરો ઘર બેઠા મળશે સસ્તા ટમેટા

આ આયુર્વેદિક વસ્તુની ખેતી કરી બની શકો છો લખપતિ, 3 મહિનામાં 15,000 ના થશે 4 લાખ

આ ગામ અનંતનાગ જિલ્લામાં આવેલું છે અને તેનું નામ સાદિવારા છે. અહીંના સરપંચે ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે એક પહેલ શરૂ કરી. ગામના સરપંચ ફારૂક અહેમદ ગનઈ ગામને પ્લાસ્ટિકના પ્રદૂષણથી મુક્ત બનાવવા માંગે છે. તેઓ વ્યવસાયે વકીલ છે. આમ તો તેમણે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ બહુ સફળતા મળી નહીં. પરંતુ તેમણે પછી એવી જાહેરાત કરી કે ત્યાં લોકોની ભીડ ઉમટી પડી. આ વાત જાહેર થતાં જ ત્યાંનો પ્લાસ્ટિકનો કચરો સાફ થઈ ગયો. 

સરપંચે 'પ્લાસ્ટિક આપો અને સોનું લઈ જાવ' નામનું અભિયાન શરૂ કર્યું હતું. આ યોજના હેઠળ જો કોઈ વ્યક્તિ 20 ક્વિન્ટલ પ્લાસ્ટિકનો કચરો આપે તો પંચાયત તેને સોનાનો સિક્કો આપે છે. હવે સ્થિતિ એવી બની છે કે અભિયાન શરૂ થયાના 15 દિવસમાં જ આખા ગામને પ્લાસ્ટિક મુક્ત જાહેર કરવામાં આવ્યું હતું. આ જોઈને તેની નજીકની અન્ય ઘણી પંચાયતોએ પણ આ યોજના અપનાવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More