Home> India
Advertisement
Prev
Next

કર્ણાટક પછી હવે ગોવામાં કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, 10 MLA જોડાયા ભાજપમાં

ગોવાના ડેપ્યુટી સ્પીકર માઈકલ લોબોએ આ અંગે જણાવ્યું કે, કોંગ્રેસના 10 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે, જે તેમના કુલ ધારાસભ્યોની સંખ્યાના બે તૃતિયાંશ છે 
 

કર્ણાટક પછી હવે ગોવામાં કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, 10 MLA જોડાયા ભાજપમાં

નવી દિલ્હીઃ કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર પર રાજકીય સંકટ ઘરાયેલું છે ત્યાં હવે કોંગ્રેસ માટે ગોવામાંથી પણ ખરાબ સમાચાર આવ્યા છે. ગોવામાં કોંગ્રેસના 10 ધારાસભ્યોએ ભાજપનો હાથ પકડી લીધો છે. આ ધારાસભ્યોમાં ચંદ્રકાંત કાવલેકરનો પણ સમાવેશ થાય છે, જે વિરોધ પક્ષના નેતા હતા. 

fallbacks

કોંગ્રેસના 10 ધારાસબ્યોના ભાજપમાં જોડાવા અંગે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યોના પોતાના વિરોધ પક્ષના નેતા સાથે ભાજપમાં સામેલ થવાથી અમારી સંખ્યા 27 થઈ ગઈ છે. તમામ ધારાસભ્યો કોઈ પણ શરત વગર ભાજપમાં જોડાયા છે. 

દેશભરની હાઈકોર્ટમાં 43.55 લાખ કેસ પેન્ડિંગ, નિકાલમાં વિલંબ અંગે સરકારે ગણાવ્યા કારણ 

ગોવાના ડેપ્યુટી સ્પીકર માઈકલ લોબોએ આ અંગે જણાવ્યું કે, કોંગ્રેસના 10 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે, જે તેમના કુલ ધારાસભ્યોની સંખ્યાના બે તૃતિયાંશ છે. કોંગ્રેસના ધારાસભ્યોને વિલય નિયમાનુસાર થયો છે. ગોવા વિધાનસભાના સ્પીકર રાજેશ પાટનેકરે જણાવ્યું કે, આજે કોંગ્રેસના 10 ધારાસભ્યોએ પત્ર લખીને ભાજપમાં જોડાયાની મને માહિતી આપી છે. બીજો પત્ર ગોવાના મુખ્યમંત્રી તરફથી મળ્યો છે, જેમાં ભાજપની સંખ્યા વધવાની વાત જણાવાઈ છે. મેં બંને પત્ર સ્વીકારી લીધા છે. 

2014ના ભાજપના રણનીતિકાર પ્રશાંત કિશોર હવે મમતા બેનરજી માટે કરશે કામ

કોંગ્રેસને છોડીને ભાજપમાં જોડાયેલા વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત કાવલેકરે જણાવ્યું કે, જો વિધાનસભાના વિસ્તારમાં કોઈ વિકાસ થશે નહીં તો લોકો કેવી રીતે અમને બીજી વખત ચૂંટી કાઢશે. કોંગ્રેસે જે કોઈ વચન આપ્યા હતા તે પુરા કર્યા નથી. કોંગ્રેસ પાસે ગોવામાં સરકાર બનાવવાની અનેક તક હતી, પરંતુ વરિષ્ઠ નેતાઓમાં એક્તાના અભાવે આ શક્ય બન્યું નથી. આથી હમે ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે. 

જૂઓ LIVE TV....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More