પણજી: કોરોના વાયરસથી મુક્ત થવાની સાથે સાથે ગોવાથી એક સારા સમાચાર આવ્યા છે. સમાચાર ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે પોતે આપી છે. પ્રમોદ સાવંતે ટ્વીટ કરીને જણાવ્યું કે, તેમણે ગોવામાં બ્લેક પેંથર જોવા મળ્યો છે. તેમણે આ તસ્વીર પણ લીધી અને તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી.
દુર્ઘટના દિવસ: વિશાખાપટ્ટનમ,રાયગઢ બાદ હવે કુડ્ડાલોરમાં વિસ્ફોટ, 7 ઘાયલ
પ્રમોદ સાવંતે પોતાનાં ટ્વીટમાં લખ્યું કે, આપણને ગોવાનાં અદ્ભુત વાઇલ્ડલાઇફનો નજારો જોવા મળ્યો. નેત્રાવલી વાઇલ્ડ લાઇફ સેંચ્યુરીનાં પેટિયમ બીટ પર કેમેરામાં કેત થયો. આ સુંદર બ્લેક પેંથર. હવે વન વિભાગનાં અધિકારીઓએ કહ્યું કે, તેઓ તે માહિતી મેળવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે કે તેઓ સેંક્યુરીનો એકલો બ્લેક પેંથર છે. જો કે હવે તેની સાથે વધારે એક બ્લેક પેંથર છે. કારણ કે તેનું દેખાવું ખુબ જ ખુશીની વાત છે.
A great glimpse of Goa's rich wildlife. Black Panther camera trapped at Patiem Beat of Netravali Wildlife Sanctuary. pic.twitter.com/p7IVuHDLP1
— Dr. Pramod Sawant (@DrPramodPSawant) May 6, 2020
ગોલ્ડમેનનાં નામથી પ્રખ્યાત સમ્રાટનું મોત, શરીર પર કરોડોનું સોનું પહેરતો હતો
પ્રમોદ સાવંતે ટ્વીટ કર્યા બાદ આ તસ્વીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ ગઇ. તેને અત્યાર સુધી 337 વખત રીટ્વીટ કરવામાં આવ્યું અને 2600થી વધારે લોકોની લાઇક્સ મળી ચુકી છે. કેટલાક લોકો તો કહી રહ્યા છે કે, જંગલ બુક બધીરા પરત ફરી ચુક્યો છે. કોઇએ કહ્યું કે, આ સારા સમાચાર છે કે પરંતુ બ્લેક પેંથરનું લોકેશન જણાવતા તેમના જીવ સામે ખતરો પેદા થઇ ચુક્યો છે. કેટલાક લોકો તેના શિકારની તૈયારી પણ કરી શકે છે. એવામાં આપણે તેનાથી બચીને રહેવું જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે