Home> India
Advertisement
Prev
Next

Goa Assembly Election: ભાજપે પહેલી યાદી બહાર પાડી, પણજી બેઠક માટે આ ઉમેદવારનું નામ જાહેર

ગોવા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 34 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. પણજી સીટથી ભાજપે હાલના ધારાસભ્ય અતનાસિયો મોન્ટેસેરેટને જ ટિકિટ આપી છે.  આસીટ પર ગોવાના પૂર્વ સીએમ અને ભાજપના સીનીયર નેતા રહી ચૂકેલા મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકર પણ ચૂંટણી લડવા ટિકિટ માંગી રહ્યા હતા.

Goa Assembly Election: ભાજપે પહેલી યાદી બહાર પાડી, પણજી બેઠક માટે આ ઉમેદવારનું નામ જાહેર

પણજી: ગોવા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 34 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. પણજી સીટથી ભાજપે હાલના ધારાસભ્ય અતનાસિયો મોન્ટેસેરેટને જ ટિકિટ આપી છે. આસીટ પર ગોવાના પૂર્વ સીએમ અને ભાજપના સીનીયર નેતા રહી ચૂકેલા મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકર પણ ચૂંટણી લડવા ટિકિટ માંગી રહ્યા હતા. જો કે ભાજપના ગોવાના ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે મનોહર પર્રિકરનો પરિવાર અમારો પરિવાર છે અને ઉત્પલ સાથે અન્ય સીટ પર ઉમેદવાર બનવા અંગે ચર્ચા ચાલુ છે. 

fallbacks

નોંધનીય છે કે ઉત્પલ પોતાના પિતાની સીટ પરથી ચૂંટણી લડવાનું મન બનાવી ચૂક્યા છે. એટલે સુધી કે તેમના નીકટના લોકોનું તો એવું પણ કહેવું હતું કે જો પાર્ટી ઉત્પલને ટિકિટ ન આપે તો તેઓ અપક્ષ તરીકે પણ ચૂંટણી લડવાનું વિચારી શકે છે. 

ઉત્પલ પર્રિકરને ટિકિટ ન મળવાના સવાલ પર મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને ગોવા ભાજપના પ્રભારી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે પણજીથી હાલના ધારાસભ્યને ટિકિટ અપાઈ છે. ઉત્પલ પર્રિકર અને તેમનો પરિવાર અમારો પરિવાર છે. અમે ઉત્પલ પર્રિકરને પણજી સિવાય બે અન્ય સીટોનો વિકલ્પ આપ્યો હતો. એક સીટ માટે તેમણે ના પાડી દીધી. બીજી સીટ પર ચર્ચા ચાલુ છે. અમને આશા છે કે તેઓ આ બેઠકથી ચૂંટણી લડવા માટે માની જશે. 

પર્રિકર 6 વાર વિધાયક બન્યા હતા
ગોવાની પણજી બેઠક પર ભાજપનો દબદબો છે અને અહીંથી પૂર્વ સીએમ મનોહર પર્રિકર 6 વાર વિધાયક રહી ચૂક્યા છે. ગોવામાં ભાજપનો આધાર મજબૂત કરવામાં પર્રિકરની મહત્વની ભૂમિકા મનાય છે. આ સીટથી હવે પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકર શરૂઆતથી દાવો ઠોકી રહ્યા હતા. તેમણએ અલગ અલગ રીતે તેની હિંટ પણ આપી કે જો ભાજપ તેમને ઉમેદવાર નહીં બનાવે તો તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડી શકે છે. 

આમ આદમી પાર્ટીએ પણ ઉત્પલ પર્રિકરને પોતાની સાથે આવવાની ઓફર આપી છે. જ્યારે શિવસેના પણ ઉત્પલને સપોર્ટ કરવા માટે તમામ વિપક્ષી દળોને સાથે આવવાનું આહ્વાન કરી ચૂકી છે. ઉત્પલે પણજી સીટ પર કેમ્પેઈન પણ શરૂ કરી દીધુ હતું. ઘરે ઘરે જઈને લોકોને મત આપવાની અપીલ પણ કરતા હતા. 

પ્રમોદ સાવંત સાંકલિમથી ચૂટણી લડશે
ભાજપની યાદીની વાત કરીએ તો હાલના સીએમ પ્રમોદ સાવંત સાંકલિમ બેઠકથી ચૂંટણી લડશે. ભાજપના નેતા અરુણ સિંહે કહ્યું કે અમે ગોવાની ત્રણ જનરલ સીટો પર એસટી ઉમેદવાર, એક જનરલ સીટ પર એસસી ઉમેદવાર ઉતાર્યા છે. 12 ઓબીસી ઉમેદવાર છે, 9 અલ્પસંખ્યક (ક્રિશ્ચિયન) ઉમેદવાર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More