Home> India
Advertisement
Prev
Next

ભારતીયોને મોજે મોજ...હવે વિઝા વગર એક-બે નહીં પણ 59 દેશોમાં ફરી શકશો, આ દેશ તો છે બધાનો ફેવરિટ

Visa free to 59 countries for Indian : જો તમે ભારતમાં રહો છો અને તમને મુસાફરી કરવાનો શોખ છે, તો આ સમાચાર તમારા માટે છે. હવે તમે કોઈપણ મુશ્કેલી વિના 59 દેશોમાં મુસાફરી કરી શકો છો. ત્યારે આ લેખમાં એ બધા દેશોના નામ જાણીશું જ્યાં ભારતીયો વિઝા વિના જઈ શકે છે.

ભારતીયોને મોજે મોજ...હવે વિઝા વગર એક-બે નહીં પણ 59 દેશોમાં ફરી શકશો, આ દેશ તો છે બધાનો ફેવરિટ

Visa free to 59 countries for Indian : જો તમે વિદેશ પ્રવાસ કરવા માંગતા હો તો ભારતીય નાગરિકો માટે મોટા સમાચાર આવ્યા છે. ફિલિપાઇન્સ સરકારે ભારતીયો માટે વિઝા ફ્રી એન્ટ્રીની સુવિધા શરૂ કરી છે. હવે ભારતીય પ્રવાસીઓ વિઝા વિના 14 દિવસ માટે ફિલિપાઇન્સની મુલાકાત લઈ શકશે. આ સાથે હવે ભારતીયો માટે વિઝા વિના બીજા દેશમાં જતા દેશોની સંખ્યા વધી ગઈ છે.

fallbacks

ફિલિપાઇન્સે મોટો ફેરફાર કર્યો, ભારતીયો વિઝા વિના જઈ શકશે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય નાગરિકો હવે 59 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકશે. જેમાં હવે ફિલિપાઇન્સને પણ યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. નવી દિલ્હીમાં ફિલિપાઇન્સ દૂતાવાસ અનુસાર, આ પગલું પર્યટનને પ્રોત્સાહન આપવા અને ભારત-ફિલિપાઇન્સના સંબંધોને મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યું છે. નવી નીતિ હેઠળ, વિઝા-મુક્ત પ્રવેશ સુવિધા બે કેટેગરીમાં આપવામાં આવી છે.

આજે બેંકો ખુલ્લી છે કે બંધ ? જાણો મહારાણા પ્રતાપ જયંતિ પર RBIએ ક્યાં આપી છે રજા

આ સુવિધા કોણ મેળવી શકે છે ?

14 દિવસની વિઝા ફ્રી મુસાફરી માટે, ભારતીય નાગરિકોએ કેટલીક શરતો પૂરી કરવી પડશે :

  • માત્ર પર્યટન હેતુ માટે મુસાફરી
  • રિટર્ન ટિકિટ અથવા આગામી ડેસ્ટિનેશનની મુસાફરીનો પુરાવો
  • કોઈ નકારાત્મક ઇમિગ્રેશન ઇતિહાસ ના હોવો જોઈએ
  • પાસપોર્ટની માન્યતા ઓછામાં ઓછી 6 મહિના
  • રોકાણની પુષ્ટિ (હોટેલ બુકિંગ) અને મુસાફરી દરમિયાન ખર્ચ ઉઠાવવાની ક્ષમતાનો પુરાવો (જેમ કે બેંક સ્ટેટમેન્ટ)
  • જો કોઈ પ્રવાસી આ શરતો પૂરી ન કરે, તો તે પહેલાની જેમ ઇ-વિઝા પ્રક્રિયા હેઠળ અરજી કરી શકે છે. ઇ-વિઝા દ્વારા 30 દિવસની સિંગલ-એન્ટ્રી પરવાનગી આપવામાં આવે છે.

30 દિવસની વિઝા ફ્રી સુવિધા

જે ભારતીયો પાસે અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, શેંગેન દેશ, સિંગાપોર અથવા યુનાઇટેડ કિંગડમના માન્ય વિઝા અથવા કાયમી નિવાસ પરવાનગી છે તેઓ 30 દિવસ માટે વિઝા ફ્રી મુસાફરી કરી શકે છે. ઉપરોક્ત શરતો આ માટે પણ લાગુ પડશે.

ફિલિપાઇન્સ 59 દેશોની યાદીમાં જોડાયું

ફિલિપાઇન્સના આ નિર્ણય સાથે ભારતીય પાસપોર્ટ ધારકોને હવે 59 દેશોમાં વિઝા ફ્રી અથવા વિઝા-ઓન-અરાઇવલ સુવિધા મળી રહી છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર, 2025માં ભારતીય પાસપોર્ટ 81મા ક્રમે છે. આમાંથી કેટલાક ફેમસ દેશો છે, જ્યાં દરેક જવા માંગે છે. જેમાં માલદીવ, મોરેશિયસ, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, ભૂટાન, નેપાળ, ફીજી, કેન્યા, ઝિમ્બાબ્વે, સેનેગલ, પલાઉ અને વનુઆતુનો સમાવેશ થાય છે.

આ 59 દેશોમાં તમે વિઝા વગર જઈ શકો છો

મલેશિયા, માલદીવ્સ, માર્શલ ટાપુઓ, મોરેશિયસ, માઇક્રોનેશિયા, મોંગોલિયા, મ્યાનમાર, મોન્ટસેરાત, મોઝામ્બિક, અંગોલા, બાર્બાડોસ, ભૂતાન, બોલિવિયા, બ્રિટિશ વર્જિન ટાપુઓ, બુરુન્ડી, કંબોડિયા, કેપ વર્ડે ટાપુઓ, કોમોરો ટાપુઓ, કૂક ટાપુઓ, જિબુટી, ગ્રીથિયા, ડોમિન, ડોમિન, ઇ. ગિની-બિસાઉ, હૈતી, ઇન્ડોનેશિયા, ઈરાન, જમૈકા, જોર્ડન, કઝાકિસ્તાન, કેન્યા, કિરીબાતી, લાઓસ, મકાઉ, મેડાગાસ્કર, નામીબિયા, નેપાળ, નીયુ, પલાઉ, કતાર, રવાન્ડા, સમોઆ, સેશેલ્સ, સિએરા લિયોન, સોમાલિયા, શ્રીલંકા, સેન્ટ લુસિયા, સેન્ટ લુસિયા, સેન્ટ નેવિસ અને થાઈલેન્ડ, તિમોર-લેસ્ટે, ત્રિનિદાદ અને ટોબેગો, તુવાલુ, વનુઆતુ, ઝિમ્બાબ્વે, ફિલિપાઈન્સ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More