Home> India
Advertisement
Prev
Next

50 ગ્રામની કિંમત 850 કરોડ! એવું શું મળ્યું કે જેણે સમગ્ર દેશને ચોંકાવી દીધો, શું હતું આરોપીઓનું પ્લાનિંગ?

ગોપાલગંજ પોલીસે 850 કરોડ રૂપિયાના કેલિફોર્નિયમ પદાર્થની સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ તસ્કરોની પાસે આ પદાર્થ ક્યાંથી આવ્યો અને તેઓ તેનો ઉપયોગ શેના માટે કરવાના હતા તેની તપાસ કરવામાં આવી રહી છે.

50 ગ્રામની કિંમત 850 કરોડ! એવું શું મળ્યું કે જેણે સમગ્ર દેશને ચોંકાવી દીધો, શું હતું આરોપીઓનું પ્લાનિંગ?

Gopalganj Police Caught Californium: બિહારના ગોપાલગંજથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં પોલીસે ત્રણ સ્મગલરોની પાસેથી એક એવો પદાર્થ ઝડપ્યો છે, જેના કારણે સમગ્ર દેશ ચોંકી ગયો છે. માત્ર 50 ગ્રામની કિંમત લગભગ 850 કરોડ રૂપિયા છે. જોકે, ગોપાલગંજ પોલીસે 850 કરોડ રૂપિયાના કેલિફોર્નિયમ પદાર્થની સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. 

fallbacks

ખેડૂતો માટે ખુશખબર! સરદાર સરોવર ડેમની સપાટી વોર્નિંગ સ્ટેજે પહોંચી, ક્યા કેટલો પડ્યો

આરોપીઓ પાસેથી મળી આવેલું કેલિફોર્નિયમ પદાર્થનું વજન માત્ર 50 ગ્રામ છે. પોલીસે બાતમીના આધારે આરોપીઓને પકડવા માટે કુચાયકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બલથરી ચેકપોસ્ટ પર નાકાબંધી કરી હતી. આ દરમિયાન ત્રણેય તસ્કરો 50 ગ્રામ કિંમતી રેડિયો એક્ટિવ પદાર્થ કેલિફોર્નિયાની સાથે ત્રણ સ્મગલર ઝડપાયા હતા. આ સામાનની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે ₹850 કરોડ હોવાનો અંદાજ છે.

સુરતમાં ભાજપ નેતાનો પુત્ર ડ્રગ્સની દાણચોરીમાં પકડાયો! પાર્લરની આડમાં ડ્રગ્સનો વેપાર

રેડિયો એક્ટિવ પદાર્થ કેલિફોર્નિયમનો ઉપયોગ કયા કરવાના હતા, તેનો ખુલાસો થઈ શક્યો નથી. પોલીસના વરિષ્ઠ અધિકારીઓની ટીમ તેની તપાસ કરી રહી છે. જ્યારે આ મામલામાં ગોપાલગંજ એસપી સ્વર્ણ પ્રભાતે જણાવ્યું કે એસટીએફ, એસઓજી 7, ડીઆઈયૂ અને કુચાયકોટ પોલીસ સ્ટેશનની સંયુક્ત કાર્યવાહીમાં 50 ગ્રામ કેલિફોર્નિયમની સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. એસપીએ કહ્યું કે કેલિફોર્નિયમ એક મૂલ્યવાન રેડિયોએક્ટિવ પદાર્થ છે. તેનો ઉપયોગ ન્યુક્લિયર રિએક્ટરમાંથી ન્યુક્લિયર પાવરના ઉત્પાદનમાં થાય છે.

ભયાનક છે અંબાલાલની આગાહી! શુક્રનુ ભ્રમણ જોતા ગુજરાતીઓને મોટી ચેતવણી, હવે લોકો હલવાયા

એસપીએ જણાવ્યું હતું કે જપ્ત કરાયેલા રેડિયોએક્ટિવ પદાર્થની હેન્ડલિંગ અને વધુ તપાસ માટે એફએસએલની વિશેષ ટીમને બોલાવવામાં આવી છે. આ સિવાય પરમાણુ ઉર્જા વિભાગને પણ જાણ કરવામાં આવી છે. પકડાયેલો દાણચોર છોટે લાલ પ્રસાદ યુપીના કુશીનગર જિલ્લાના તમકુહિરાજનો રહેવાસી છે, જ્યારે ચંદન કુમાર ગુપ્તા અને ચંદન રામ ગોપાલગંજના રહેવાસી છે. આ તસ્કરોની પાસે આ પદાર્થ ક્યાંથી આવ્યો અને તેઓ તેનો ઉપયોગ શેના માટે કરવાના હતા તેની તપાસ કરવામાં આવી રહી છે.

સસ્તા મકાનની લાલચ આપે તો ચેતજો! આવાસ યોજનાના નામે ઠગાઈ, AMC ઓફિસમાં ખેલાયો ખેલ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More