નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે શ્રીલંકા સંકટ પર મંગળવારે સર્વદળીય બેઠક બોલાવી છે, જેમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ અને એસ જયશંકર ત્યાંની સ્થિતિ વિશે જાણકારી આપશે. સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશીએ આ જાણકારી આપી છે. નોંધનીય છે કે તમિલનાડુના રાજનેતાઓએ ભારત સરકારને અપીલ કરી હતી કે સંકટની ઘડીમાં તે શ્રીલંકાનો સાથ આપે.
સંસદના ચોમાસુ સત્ર પહેલા રવિવારે બોલાવવામાં આવેલી સર્વદળીય બેઠક દરમિયાન તમિલનાડુની પાર્ટી DMK અને AIADMK એ ભારતના પાડોશી દેશના મામલામાં હસ્તક્ષેપ કરવાની માંગ કરી, જે એક અભૂપપૂર્વ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. રવિવારની બેઠક દરમિયાન દ્રમુક અને અન્નાદ્રમુક બંનેએ શ્રીલંકા ખાસ કરીને દેશમાં તમિલ લોકોની સ્થિતિ સંબંધિત મુદ્દાને ઉઠાવ્યો હતો. બેઠક બાદ દ્રમુક નેતા એમ થંબીદુરઈએ સંવાદદાતાઓને કહ્યુ કે ભારતે શ્રીલંકા સંકટના સમાધાન માટે હસ્તક્ષેપ કરવો જોઈએ.
આ પણ વાંચોઃ માર્ગરેટ અલ્વા સંયુક્ત વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, રહી ચુક્યા છે પૂર્વ રાજ્યપાલ
DMK નેતા ટી આર બાલૂએ પણ શ્રીલંકાની વર્તમાન સ્થિતિના સમાધાનમાં ભારતના હસ્તક્ષેપની માંગ કરી હતી. શ્રીલંકા છેલ્લા સાત દાયકામાં સૌથી ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે, જ્યાં વિદેશી મુદ્રાની કમીને કારણે ભોજન, ઈંધણ અને દવાઓ સહિત જરૂરી વસ્તુઓની આયાતમાં મુશ્કેલી પડી રહી છે. સરકાર વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન બાદ આર્થિક સંકટે દેશમાં એક રાજકીય સંકટને પણ જન્મ આપી દીધો છે.
શ્રીલંકાના મંત્રીએ પણ ભારત પાસે મદદની કરી વિનંતી
શ્રીલંકાના મંત્રી કંચના વિજેસેકારાએ પણ પોતાનું દુખ વ્યક્ત કરતા ભારત પાસે મદદ માંગી છે. તેમણે કહ્યું હતું કે ભારતે દરેક સમયે શ્રીલંકાની મદદ કરી છે. તેમણે કહ્યું કે ઈંધણને લઈને ઘણા દેશો પાસે મદદ માંગવામાં આવી છે. પરંતુ ભારત હંમેશા અમારી મદદ કરતું આવ્યું છે, તેથી તેની પાસે આશા વધુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે