Home> India
Advertisement
Prev
Next

પૂર્વોત્તર માટે મોદી સરકારનો મોટો નિર્ણય, અસમ, નાગાલેન્ડ અને મણિપુરમાં અફસ્પાના એરિયામાં કર્યો ઘટાડો

Disturbed Areas Under AFSPA: ભારત સરકારે દાયકાઓ બાદ પૂર્વોત્તરના રાજ્યોમાં અફસ્પા હેઠળ આવનાર એરિયો ઘટાડી દીધો છે. આ ઘટાડો અસમ, નાગાલેન્ડ અને મણિપુરમાં કરવામાં આવ્યો છે. 
 

પૂર્વોત્તર માટે મોદી સરકારનો મોટો નિર્ણય, અસમ, નાગાલેન્ડ અને મણિપુરમાં અફસ્પાના એરિયામાં કર્યો ઘટાડો

નવી દિલ્હીઃ અસમ, નાગાલેન્ડ અને મણિપુરમાં આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર્સ એક્ટ (અફસ્પા) હેઠળ આવનાર વિસ્તારને ઘટાડી દેવામાં આવ્યો છે. દાયકાઓ બાદ ભારત સરકારે પૂર્વોત્તરમાં અશાંત ક્ષેત્રનું વર્તુળ ઘટાડી દીધુ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરૂવારે બપોરે એક બાદ એક ટ્વીટ કરી આ નિર્ણયની જાણકારી આપી છે.  તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શ્રેય આપતા કહ્યુ કે આ પગલું નોર્થ ઈસ્ટમાં સુરક્ષાની દ્રષ્ટિથી સારી થતી સ્થિતિ અને ઝડપથી વિકાસનું પરિણામ છે. શાહે પૂર્વોત્તરના લોકોને શુભેચ્છા આપતા કહ્યુ કે દાયકાઓ સુધી ભારતના આ ભાગને નજરઅંદાજ કરવામાં આવ્યો પરંતુ મોદી સરકારનું ફોકસ તેના પર છે. એક દિવસ પહેલા અસમ અને મેઘાલય વચ્ચે 50 વર્ષ જૂનો જમીન વિવાદ ઉકેલવાની દિશામાં પ્રગતિ થઈ. અસમના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમા અને મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ મંગળવારે અમિત શાહની હાજરીમાં સમજુતી પર સહી કરી હતી. બંને રાજ્યો વચ્ચે 885 કિલોમીટર લાંબી સરહદ આવેલી છે. તેની વચ્ચે 12 જગ્યાને લઈને સરહદ વિવાદ હતો. 

fallbacks

AFSPA શું છે?
AFSPA ને વર્ષ 1958માં સંસદમાં પાસ કરવામાં આવ્યો હતો. તેનું પૂરુ નામ The Armed Forces (Special Powers) Act, 1958 (AFSPA) છે. 11 સપ્ટેમ્બર 1958ના અફસ્પા લાગૂ થયો હતો. શરૂઆતમાં તેને પૂર્વોત્તર અને પંજાબના તે ક્ષેત્રમાં લાગૂ કરવામાં આવ્યો, જેને અશાંત ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યા હતા. તેમાં મોટા ભાગના અશાંત ક્ષેત્રની સરહદો પાકિસ્તાન, ચીન, બાંગ્લાદેશ અને મ્યાનમાર સાથે જોડાયેલી હતી. સપ્ટેમ્બર 2017 સુધી મેઘાલયના આશરે 40 ટકા ભાગમાં અફ્સપા લાગૂ હતો. બાદમાં ગૃહમંત્રાલયની સમીક્ષા બાદ રાજ્ય સરકારે મેઘાલયમાંથી અફ્સપાને સંપૂર્ણ રીતે પરત લેવાનો નિર્ણય કર્યો હતો. 

ફોર્સને શું અધિકાર હોય છે?
અફસ્પા દ્વારા સુરક્ષા દળોને ઘણા ખાસ અધિકાર આપવામાં આવ્યા છે. કેન્દ્ર કે રાજ્યપાલ તેને પૂરા રાજ્ય કે તેના કોઈ ભાગમાં અફસ્પા લાગૂ કરી શકે છે. આ હેઠળ સેનાને કાયદાની વિરુદ્ધ જનારા કે હથિયાર, દારૂ-ગોળા લઈ જતા વ્યક્તિ પર ગોળી ચલાવવાનો અધિકાર છે. વોરંટ વગર ધરપકડનો અધિકાર પણ અફ્સપાથી મળે છે. વોરંટ વગર ચર્ચ પણ કરી શકાય છે. અફ્સપા હેઠળ સુરક્ષા દળો પર કોઈ પ્રકારની કાયદાકીય કાર્યવાહી કરી શકાય નહીં. અફસ્પાહેઠળ કોઈ પ્રકારની કાર્યવાહી કરવા પર સૈનિકો વિરુદ્ધ ન કેસ ચલાવી શકાય કે તેમની વિરુદ્ધ કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવતી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More