Home> India
Advertisement
Prev
Next

'હું દરરોજ પીવું છું, ફોટો-વીડિયો જે લેવું હોય એ લઈ લો', શાળામાં દારૂ પીતા શિક્ષકને કોઈના બાપની બીક નથી!

Video Viral: બિલાસપુક જિલ્લાના એક સ્કૂલમાં બેસીને શિક્ષક દ્વારા દારૂ પીવાનો વીડિયો સામે આવ્યો છે. દારૂ પીવાને લઈને પુછવામાં આવેલા સવાલ પર શિક્ષકે જણાવ્યું હતું કે કોઈ મારું કંઈ પણ બગાડી શકે તેમ નથી.
 

'હું દરરોજ પીવું છું, ફોટો-વીડિયો જે લેવું હોય એ લઈ લો', શાળામાં દારૂ પીતા શિક્ષકને કોઈના બાપની બીક નથી!

Bilaspur News: છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. જેમાં એક નશામાં ધૂત શિક્ષકનો વીડિયો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે, જે શાળાની અંદર એક મહિલા શિક્ષિકાની સામે દારૂનો પેક બનાવીને દારૂ પી રહ્યો હતો. આ સમય દરમિયાન તે વીડિયોમાં કહેતો જોવા મળે છે કે, "જેણે બતાવવું હોય તેણે બતાવી દો, BEO, DEO, કલેક્ટર, કોઈ મારું કંઈ બગાડી શકે નહીં...". આ વીડિયો મસ્તુરી બ્લોક હેઠળની મચાહા પ્રાથમિક શાળાનો છે.

fallbacks

જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સસ્પેન્ડ
વીડિયો વાયરલ થયા બાદ જિલ્લા શિક્ષણાધિકારીએ આ મામલાને ગંભીરતાથી લીધી અને નશામાં ધૂત શિક્ષક સામે  BEOને તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. જેમાં આ ઘટના સાચી હોવાનું જાણવા મળ્યું હતું. હવે નશામાં ધૂત શિક્ષકને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Zee 24 Kalak (@zee24kalak)

 
બાળકોની સામે વિચિત્ર હરકતો કરતો હતો
કહેવામાં આવી રહ્યું છે કે પ્રાથમિક શાળામાં તૈનાત સહાયક શિક્ષક સંતોષ કુમાર કેવટ બુધવારે દારૂના નશામાં શાળાએ પહોંચ્યો હતો. આ દરમિયાન તેના શર્ટના ખિસ્સામાં દારૂની બોટલ રાખી હતી. તે બાળકોની સામે વિચિત્ર હરકતો કરતો હતો, જેને જોઈને એક યુવકે ટીચરનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું. નશામાં ધૂત શિક્ષક સંતોષ કુમાર પ્રાર્થના માટે કતારમાં ઉભેલા બાળકો પાસે ગયા. પહેલા તેણે બાળકોને કહ્યું, "હવે થઈ ગયું, ઘરે જાઓ, આજે રજા છે." જોત જોતામાં આ શિક્ષક ચખના લઈને સ્કૂલના સ્ટાફ રૂમમાં ચાલ્યો ગયો. પછી તેણે દારૂની બોટલ કાઢી અને મહિલા હેડમાસ્ટર તુલસી ચૌહાણની સામે જરા પણ સંકોચ કર્યા વિના દારૂ પીવાનું શરૂ કર્યું.

 

હું રોજ પીઉં છું, કોઈ  પ્રોબ્લેમ...
આ દરમિયાન વીડિયો બનાવનાર યુવકે જ્યારે મદદનીશ શિક્ષક સંતોષકુમાર કેવટને પૂછ્યું કે તેમારા ખિસ્સામાં શું છે તો તેણે કહ્યું કે, તારે જે પણ કામ હોય તે કેહ. જ્યારે દારૂની બોટલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે અમારી મરજી, અમે કંઈપણ કરીએ. તેણે કહ્યું મારી ઈચ્છા છે, તારે શું કરવું છે, હું રોજ પીઉં છું, કોઈ  પ્રોબ્લેમ. તેમણે કહ્યું કે મારી પાસે બધું છે. શિક્ષકે કેમેરાની સામે મહિલા હેડમાસ્ટરની સામે ખચકાટ કર્યા વિના ટેબલ પર ચખના અને દારૂ રાખીને કહ્યું, "તમે કોણે દેખાડશો, બીઇઓ, ડીઇઓ, કલેક્ટર પાસે જાઓ." સંતોષ કુમારે ડર્યા વગર દારૂ પીવાનું ચાલુ રાખ્યું. શાળામાં દારૂ પીવા અંગે તેણે કહ્યું કે જીવનમાં ખૂબ ટેન્શન છે, શું કરવું. તેણે કહ્યું કે તમારે વધુ બે-ચાર લોકોને બોલાવવા હોય તો બોલાવી દો, સરપંચને પણ બોલાવો.

વીડિયો બાદ શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો
અહીં તપાસ બાદ શિક્ષાના મંદિરમાં દારૂ પીનાર શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારી ટીઆર સાહુએ શિક્ષક સંતોષ કુમારની કાર્યવાહી અંગે એફઆઈઆર દાખલ કરવા માટે બીઈઓને સૂચના આપી છે. બિલાસપુર જિલ્લા શિક્ષણ અધિકારી ટીઆર સાહુએ જણાવ્યું કે મસ્તુરી બ્લોકમાં માછા પ્રાથમિક શાળા છે, જ્યાં એક સહાયક શિક્ષક છે, જે શાળાની અંદર દારૂ પીતો હતો. તેને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. બીઇઓને તપાસ માટે સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. તમામ મુદ્દાઓ પર તપાસ કરવામાં આવી છે અને તેને સસ્પેન્ડ કરવામાં આવી છે. BEOને આ શિક્ષક વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. શાળા સંબંધિત પચપેડી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી રહી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More