Home> India
Advertisement
Prev
Next

Lockdown દરમિયાન કેટલીક નવી છૂટછાટની થઈ જાહેરાત, જાણો તેના વિશે

સરકારે કોરોના વાયરસને પહોંચી વળવા માટે લગાવવામાં આવેલા લૉકડાઉનમાં કેટલાક વધુ ક્ષેત્રોને શુક્રવારે છૂટ આપી. જેમાં ગ્રામીણ વિસ્તારોમાં નિર્માણ ગતિવિધિઓ અને દેશભરમાં પાણીની આપૂર્તિ, સ્વચ્છતા, વીજળી, નોન બેંન્કિંગ નાણાકીય સંસ્થાઓ અને સહકારી ઋણ સમિતિઓને કામ કરવાની મંજૂરી આપવી સામેલ છે. 

Lockdown દરમિયાન કેટલીક નવી છૂટછાટની થઈ જાહેરાત, જાણો તેના વિશે

નવી દિલ્હી: સરકારે કોરોના વાયરસને પહોંચી વળવા માટે લગાવવામાં આવેલા લૉકડાઉનમાં કેટલાક વધુ ક્ષેત્રોને શુક્રવારે છૂટ આપી. જેમાં ગ્રામીણ વિસ્તારોમાં નિર્માણ ગતિવિધિઓ અને દેશભરમાં પાણીની આપૂર્તિ, સ્વચ્છતા, વીજળી, નોન બેંન્કિંગ નાણાકીય સંસ્થાઓ અને સહકારી ઋણ સમિતિઓને કામ કરવાની મંજૂરી આપવી સામેલ છે. 

fallbacks

કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલેલા નિર્દેશોમાં કહ્યું છે કે Lumberને બાદ કરતા જંગલના અન્ય ઝાડ, વનોત્પાદનના સંગ્રહ, હાર્વેસ્ટ, પ્રોસેસિંગના કામમાં આદિવાસીઓ, અને વનવાસીઓને લૉકડાઉનમાં 3 મે સુધી છૂટ આપવામાં આવશે. 

ભલ્લાએ કહ્યું કે ગ્રામીણ વિસ્તારોમાં બાંધકામ ગતિવિધિઓ, પાણીની આપૂર્તિ, સ્વચ્છતા, વીજળી, દૂરસંચારની લાઈનો અને કેબલ બીછાવવાની મંજૂરી આપવામાં આવી રહી છે. 

જુઓ LIVE TV

વાંસ, નારિયેળ, સોપારી, કોકો, મસાલાની ખેતી, તેમની લલણી, પ્રોસેસિંગ,. પેકેજિંગ, વેચાણ અને માર્કેટિંગને લૉકડાઉન દરમિયાન છૂટ આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસને હરાવવા માટે 24 માર્ચના રોજ 14 એપ્રિલ સુધી લૉકડાઉનની જાહેરાત કરી હતી. પરંતુ હવે તેને 3 મે સુધી લંબાવવામાં આવ્યું છે. 

ગૃહ મંત્રાલયે બુધવારે લૉકડાઉન દરમિયાન વિભિન્ન લોકો અને સેવાઓ માટે છૂટ આપવાની જાહેરાત કરી હતી.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More