Home> India
Advertisement
Prev
Next

2030 સુધી ભૂખમરો નાબૂદ કરવા કટિબદ્ધ છે સરકારઃ રાધામોહન સિંહ

કૃષિમંત્રી રાધા મોહન સિંહે મંગળવારે કૃષિ ઉત્પાદન વધારવાનાં પ્રયાસો અંગે વિગતો આપતા જણાવ્યું કે, સરકાર 2030 સુધીમાં 'ભૂખમરો નાબૂદ' કરવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તબક્કાવાર કામ કરી રહી છે 

2030 સુધી ભૂખમરો નાબૂદ કરવા કટિબદ્ધ છે સરકારઃ રાધામોહન સિંહ

નવી દિલ્હીઃ કૃષિ મંત્રી રાધા મોહન સિંહે મંગળવારે કૃષિ ઉત્પાદન વધારવાનાં પ્રયાસો અંગે વિગતો આપતા જણાવ્યું કે, સરકાર 2030 સુધી દેશમાંથી 'ભૂખમરો નાબૂદ' કરવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તબક્કાવાર કામ કરી રહી છે. સિંહની આ ટિપ્પણી કોંગ્રેસ દ્વારા ભારતમાં ભૂખની ગંભીર સમસ્યા અંગે સરકાર પર કરાયેલા પ્રહાર બાદ આવી છે. 

fallbacks

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આવેલા વૈશ્વિક ભૂખમરા સૂચકાંક-2018માં દુનિયાનાં 119 દેશમાં ભારતનું સ્થાન 103 છે. સિંહે વિશ્વ ખાદ્ય દિવસના પ્રસંગે આયોજિત બે દિવસના 'કૃષિ સ્ટાર્ટ-અપ અને ઉદ્યમિતા સંમેલન'માં જણાવ્યું કે, "વર્ષ 2030 સુધીમાં ભૂખમરાને સંપૂર્ણપણે નાબૂદ કરવો એક મોટું લક્ષ્ય છે."

અમારી સરકાર એ દિશામાં તબક્કાવાર કામ કરી રહી છે. તેમણે જણાવ્યું કે, "કૃષિ ઉત્પાદન અને ખાદ્ય સુરક્ષા વધારવાની દિશામાં સરકારે છેલ્લા સાડા ચાર વર્ષમાં મહત્વપૂર્ણ પ્રગતિ કરી છે. ખાદ્યાન્નના ઉત્પાદનના ચોથા આગોતરા અનુમાન અનુસાર, ખેતી વર્ષ 2017-18 (જુલાઈ-જુન)માં ખાદ્યન્નનું ઉત્પાદન ક્રમશઃ 28 કરોડ 48 લાખ ટન અને બાગાયત ઉત્પાદન 30.7 કરોડ ટનના વિક્રમી સ્તરે પહોંચી જશે."

ભૂખમરાની સમસ્યા અંગે સિંહે એક અલગ નિવેદનમાં જણાવ્યું કે, સરકારની ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR) દરેક માટે ખાદ્ય સુરક્ષા અને પૌષ્ટિક આહાર સુનિશ્ચિત કરાવવા તથા ભૂખમરાની સમસ્યાને દૂર કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે. તેમણે જણાવ્યું કે, "ભૂખમરાને સંપૂર્ણ નાબૂદ થવાની સ્થિતી પ્રાપ્ત થવાથી વાર્ષિક 30.1 કરોડ લોકોનું જીવન બચાવી શકાય છે અને આ દરેક વ્યક્તિ માટે એક સુરક્ષિત, વધુ સમૃદ્ધ દુનિયા બનાવવામાં મદદ કરી શકે છે."

fallbacks

તેમણે જણાવ્યું કે, ચાલુ વર્ષે વિશ્વ ખાદ્ય દિવસનો વિષય 'આપણી પહેલ જ આપણું ભવિષ્ય' છે. વર્ષ 2030 સુધીમાં દુનિયાને ભૂખમરા મુક્ત બનાવવું શક્ય છે. 

તેનાથી પહેલાં કૃષિ સ્ટાર્ટ અપ અંગે કૃષિમંત્રીએ જણાવ્યું કે, સરકાર 200માંથી 150 સ્ટાર્ટ-અપનું સમર્થન કરી રહી છે અને ઉદ્યોગ સાહસિકોને તેમનાં એકમ સ્થાપવામાં મદદ કરવા તૈયાર છે. તેમણે જણાવ્યું કે, યુવાનોને પણ કૃષિ કૌશલ્ય હાંસલ કરવા માટે તાલીમ આપવામાં આવી રહી છે, કેમ કે અનુમાન છે કે કૃષિ ક્ષેત્રમાં લગભગ 22 લાખ કુશળ યુવાનોની જરૂર છે. 

કૃષિ રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ખેડૂતોને સારી આવક સુનિશ્ચિત કરવા માટે ખાદ્ય પ્રસંસ્કરણોને પ્રોત્સાહન આપવા પર ભાર મુક્યો હતો. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના મહાનિદેશક ત્રિલોચન મહાપાત્રાએ જણાવ્યું કે, સરકારે 25 'એગ્રી ઈન્ક્યુબેશન સેન્ટર'ની સ્થાપના કરી છે અને 50થી વધુની સ્થાપના કરવામાં આવશે, જેથી ઉદ્યોગ સાહસિકોને તાલીમ આપી શકાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More