Home> India
Advertisement
Prev
Next

ભારત સરકારે જાહેર કર્યો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો નવો નકશો, PoKનો પણ સમાવેશ

જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદ ભારત સરકારે શનિવારે દેશનો નવો નક્શો જાહેર કર્યો છે

ભારત સરકારે જાહેર કર્યો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો નવો નકશો, PoKનો પણ સમાવેશ

નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદ ભારત સરકારે શનિવારે દેશનો નવો નક્શો જાહેર કર્યો છે, જેમા 28 રાજ્યો અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશોને દર્શાવવામાં આવ્યા છે. આ નક્શામાં પાકિસ્તાન કબ્જાના કાશ્મીર (પીઓકે)ના હિસ્સાને પણ કાશ્મીર ક્ષેત્રમાં દર્શાવવામાં આવ્યું છે. નવા જાહેર કરાયેલા નક્શામાં જમ્મુ કાશ્મીરનાં પૂર્વવર્તી રાજ્યનાં વિભાજનને દર્શાવવામાં આવ્યું છે. તેમાં આશ્ચર્યજનક રીતે પીઓકેનાં ત્રણ જિલ્લા મુજફ્ફરાબાદ, પુંચ અને મીરપુરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

fallbacks

મહા અસર : મગફળી ટેકાના ભાવે ખરીદવાનું સરકારે મોકુફ રાખ્યું

લદ્દાખમાં બે જિલ્લા કારગીલ અને લેહમાં સમાવેશ કરવામાં આવ્યો. જ્યારે જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશમાં 20 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક ગેઝેટ સુચનામાં સરકારે કારગીલના વર્તમાન ક્ષેત્રને છોડીને લેહ જિલ્લાનાં વિસ્તાર ગિલગિટ, વજારત, ચિલાસ, જનજાતીય વિસ્તાર તથા લેહ અને લદ્દાખને પણ સંકલીત કરવામાં આવ્યા છે. આ આદેશને જમ્મુ કાશ્મીર પુનર્ગઠન (કઠણાઇઓને દુર કરવા) બીજો આદેશ 2019 કહેવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશના નક્શામાં 20 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યા છે. જેમાં મુજફ્ફરાબાદ, મીરપુર અને પુંછના તે વિસ્તારોનો સમાવેશ થાય છે, જે પીઓકે હેઠળ આવે છે. 

પાક વીમો તો ઠીક અહીં તો વિમો મેળવવા માટે મોબાઇલ કવરેજના પણ ઠેકાણા નથી !

ગુજરાત : કમોસમી વરસાદના કારણે ખેડૂતોની સ્થિતી આમદની અઠ્ઠની અને ખરચા રૂપૈયા જેવી થઇ !
1947માં જમ્મુ અને કાશ્મીર રાજ્યનાં 14 જિલ્લા હતા. જેમાં કઠુઆ, જમ્મુ, ઉધમપુર, રિયાસી, અનંતનાગ, બારામુલા, પુંછ, મીરપુર, મુજફ્ફરાબાદ, લેહ અને લદ્દાખ, ગિલગિટ, ગિલગિટ વજરાત, ચિલ્હાસ અને જનજાતીય ક્ષેત્રનો સમાવેશ થાય છે. સંસદની ભલામણ અંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઓગષ્ટ મહિનામાં ભારતીય સંવિધાનથી અનુચ્છેદ 370ને પ્રભાવી રીતે સમાપ્ત કરી દીધું હતું. જમ્મુ અને કાશ્મીર 31 ઓક્ટોબરે એક રાજ્ય તરીકે અસ્તિત્વમાં નહોતું રહ્યું અને અધિકારીક રીતે બે કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં વિભાજીત થઇ ગયું હતું. જે મુદ્દે અનેક રાજકીય પક્ષો દ્વારા રાજકીય રોટલો શેકવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More