Home> India
Advertisement
Prev
Next

લગ્ન મંડપમાં બેઠા-બેઠા વરરાજો કરી રહ્યો હતો આ કામ, વીડિયો થઈ ગયો વાયરલ, લોકોએ કહ્યું....

Groom Viral Video: ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોને અત્યાર સુધી લાખો વ્યુ મળી ચુક્યા છે અને 5 લાખથી વધુ લાઇક્સ મળી છે. 

લગ્ન મંડપમાં બેઠા-બેઠા વરરાજો કરી રહ્યો હતો આ કામ, વીડિયો થઈ ગયો વાયરલ, લોકોએ કહ્યું....

Wedding Video Viral: આજકાલ અનેક લોકો શેર બજારમાં રોકાણ કરતા હોય છે. જે લોકો શેર બજારમાં ઈન્વેસ્ટ કરે તેની નજર સવારે 9.15થી લઈને બપોરે 3.30 સુધી જરૂર મોબાઈલ પર હોય છે. શેર બજારમાં રોકાણ કરતા લોકો માર્કેટ ટાઈમમાં બજારના ઉતાર-ચડાવ પર નજર રાખતા હોય છે. હવે લગ્ન કરવા પહોંચેલો વરરાજો લગ્ન મંડપમાં હાથમાં મોબાઈલ લઈ શેર બજારનો ચાર્જ જોઈ રહ્યો છે. જેનો વીડિયો વાયરલ થયો છે.

fallbacks

ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવેલી આ ક્લિપે લાખો વ્યુ મળ્યા છે. લોકો આ પોસ્ટ પર વિવિધ કોમેન્ટ અને રિએક્શન આપી રહ્યાં છે.

લગ્નની સીઝન છે. વર-કન્યાના ઘણા વીડિયો ઈન્ટરનેટ પર છવાયેલા છે. એક નવા વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ટ્રેન્ડિંગ લિયો પર પોસ્ટ કરવામાં આવેલી એક નાની ક્લિપને લાખો વ્યુ મળ્યા છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trading Leo (@tradingleo.in)

વીડિયોમાં શેરવાની પહેરી એક વરરાજા લગ્ન મંડપમાં બેસી ફોન ચેક કરી રહ્યો છે. જ્યારે કેમેરો ઝૂમ થાય છે તો જોવા મળે છે કે વરરાજો શેર બજારના ઉતાર-ચડાવ પર નજર રાખી રહ્યો છે. આ વીડિયો  વાયરલ થયાં બાદ લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

વીડિયો પર કેપ્શનમાં લખ્યું છે. 'POV: તમે લગ્ન કરવાના છો, પરંતુ તમારૂ મગજ ઓપન ટ્રેડ પોઝીશન પર છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More