Wedding Video: ભારતમાં લગ્નગાળો ચાલી રહ્યો છે. આ દરમિયાન દુલ્હા-દુલ્હનના અનેક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. કેટલાક વીડિયો તો એટલા જબરદસ્ત હોય છે જેને જોયા બાદ લોકો ખુબ મજા લે છે. કેટલાક વીડિયોમાં દુલ્હા-દુલ્હન વચ્ચે સારું બોન્ડિંગ જોવા મળે છે. આજકાલના દુલ્હા-દુલ્હન પોતાના લગ્નને લઈને ખુબ સારી રીતે પ્લાનિંગ પણ કરે છે.
દુલ્હનને જોઈને હોશ ગુમાવી બેસે છે દુલ્હેરાજા
વાયરલ વીડિયો પણ લગ્નનો જ છે. જે વરમાળા પહેલાનો છે. આ દરમિયાન દુલ્હનની સ્ટેજ પર એન્ટ્રી થઈ રહી હોય છે. વીડિયોમાં જે સૌથી ખાસ વાત છે તે એ છે કે સ્ટેજ પર આવતા પહેલા દુલ્હન ડાન્સ સાથે એન્ટ્રી કરે છે. જ્યારે દુલ્હેરાજા સ્ટેજ પર ઊભેલા જોવા મળે છે. દુલ્હેરાજા જ્યારે પોતાની દુલ્હનને જુએ છે તો કઈક એવું કરી બેસે છે જેને જોઈને ત્યાં હાજર સંબંધીઓનું ફોકસ દુલ્હેરાજા પર જતું રહે છે.
વીડિયોમાં સૌથી પહેલા દુલ્હા પર કેમેરો હોય છે જેવો તે તેની દુલ્હનને જુએ છે એક્સાઈટમેન્ટમાં આવીને તેના એક હાથની બે આંગળીઓ મોઢામાં નાખી જોરથી સિટી વગાડે છે. તમે અનેકવાર રસ્તા પર રોડ સાઈડ રોમિયોને આ રીતે સિટી મારતા જોયા હશે. દુલ્હેરાજા હકીકતમાં તેમની દુલ્હનને ડાન્સ કરતી જોઈને એક્સાઈટમેન્ટમાં સિટી મારે છે. તેનાથી તે પોતાની ફિલિંગ્સને બતાવે છે. જુઓ વીડિયો...
દુલ્હન સાથે ડાન્સ કરે છે
વીડિયોમાં ત્યારબાદનો સીન દુલ્હનનો છે. જે તેની બહેનપણીઓ સાથે શાનદાર ડાન્સ કરતી જોવા મળે છે. ત્યારબાદ દુલ્હેરાજા પોતાની દુલ્હન પાસે જાય છે અને દુલ્હનના હાથ પકડીને ઠુમકા લગાવે છે. વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને નેટિઝન્સ ખુબ શેર કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો આ કપલની કેમિસ્ટ્રીને ખુબ પસંદ પણ કરી રહ્યા છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે