Home> India
Advertisement
Prev
Next

1 પેટ્રોલ પંપ, 210 વીઘા જમીન, 1 પ્લોટ, 1.51 કરોડ રોકડા...લગ્નમાં વરરાજાને મળી આટલા કરોડની ભેટ

Rajasthani Wedding : સોશિયલ મીડિયા પર એક લગ્નનો વીડિયો વાયરલ થયો છે. આ વિડીયો લગ્નમાં કન્યાના પરિવાર દ્વારા વરરાજાના પરિવારને આપવામાં આવેલી ભવ્ય ગિફ્ટને કારણે ચર્ચામાં છે.
 

1 પેટ્રોલ પંપ, 210 વીઘા જમીન, 1 પ્લોટ, 1.51 કરોડ રોકડા...લગ્નમાં વરરાજાને મળી આટલા કરોડની ભેટ

Groom Wedding Gift : સોશિયલ મીડિયા પર એક લગ્નનો વીડિયો વાયરલ થયો છે. આ વિડીયો રાજસ્થાનના નાગૌર જિલ્લામાં તાજેતરમાં થયેલા લગ્નમાં કન્યાના પરિવાર દ્વારા વરરાજાના પરિવારને આપવામાં આવેલી ભેટોને કારણે ચર્ચામાં છે. આ ભેટની કિંમત 1.65 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

fallbacks

વાયરલ વીડિયોમાં શું છે ખાસ ?

આ વીડિયો સોનુ અજમેર (@sr_sonu_ajmer_) દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 19 લાખથી વધુ લાઇક્સ મળી ચૂક્યા છે. આ વીડિયોમાં લગ્ન સમારોહ ચાલી રહ્યો છે, જેમાં કન્યા, વરરાજા, તેમના પરિવારો અને સંબંધીઓ હાજર છે. એક પુરુષ માઇક્રોફોન પર દુલ્હનના પરિવાર દ્વારા આપવામાં આવેલી ભેટોની જાહેરાત કરતો જોવા મળે છે. જેમાં એક પેટ્રોલ પંપ, 210 વીઘા જમીન, 1 પ્લોટ અને 1.51 કરોડ રૂપિયા રોકડાનો સમાવેશ થાય છે.

ભેટની કિંમત અને લોકોની પ્રતિક્રિયા

વીડિયો મુજબ આ ભેટોની કુલ કિંમત 15.65 કરોડ રૂપિયા છે. વીડિયો જોયા પછી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "આટલી મોંઘી ભેટો મળ્યા પછી લગ્નની શું જરૂર છે ? દુલ્હન આ પૈસાથી પોતાનું જીવન મુક્તપણે જીવી શકી હોત." કેટલાક લોકોએ પરિવારની ટીકા કરી, જ્યારે કેટલાક લોકોએ કહ્યું કે દુલ્હન આ રકમથી દુનિયાભરની મુસાફરી કરી શકી હોત.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sonu Ajmer (@sr_sonu_ajmer_)

'ભાટ' વિધિનો એક ભાગ

એક યુઝરે સ્પષ્ટતા કરી કે આ ભેટો 'ભાટ' અથવા 'માયરા' વિધિનો ભાગ છે. આ એક રાજસ્થાની પરંપરા છે, જેમાં મામા લગ્નમાં પોતાની ભાણેજને ભેટ આપે છે. આ ધાર્મિક વિધિમાં, રોકડ, ઘરેણાં, જમીન અથવા અન્ય કિંમતી વસ્તુઓ ઘણીવાર આપવામાં આવે છે. આ વીડિયોમાં પણ મામાએ તેના ભાણેજને આ અદ્ભુત ભેટો આપી, જેનાથી બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. કેટલાક લોકો આ ભેટોને પરંપરાનો ભાગ માને છે, તો કેટલાક તેને દહેજ સાથે જોડીને તેની ટીકા કરી રહ્યા છે. એક યુઝરે પ્રશ્ન ઉઠાવ્યો, "શું આટલી મોટી રકમ ચૂકવવી એ દહેજ કાયદાની વિરુદ્ધ નથી?" અન્ય લોકો કહે છે કે આ પરંપરા ગરીબ પરિવારો પર દબાણ લાવે છે, જેના કારણે તેમની દીકરીઓના લગ્ન મુશ્કેલ બને છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More