Home> India
Advertisement
Prev
Next

ગજબ ભેજું આ ગુજ્જુભાઈનું!, સ્કૂટી પર ઢગલો સિક્કા ચોંટાડી દીધા, જુઓ Viral Video

આપણે લોકોને કહેતા સાંભળતા હોઈએ છીએ કે ગુજરાતી ખુબ ધનિક હોય છે. બિઝનેસ માઈન્ડવાળા હોવાના કારણે ઘરમાં લક્ષ્મીનો ખજાનો હોય છે. ગુજરાતીઓની એક વધુ વાત દુનિયાભરમાં ફેમસ છે કે તેઓ દરે કામને ખુબ જ પારખી રીતે કરે છે. હાલ ઈન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જોઈને તમે ખરેખર ચોંકી જશો. 

fallbacks

આમ તો સોશયિલ મીડિયા પર આખો દિવસ જાત જાતના વીડિયો વાયરલ થતા રહે છે. પરંતુ આજે જે વીડિયો તમે જોશો તે જોઈને ખરેખર માનવું પડશે કે ગુજરાતીઓ ખરેખર કઈક નોખા જ હોય છે. અત્યાર સુધી તમે મુન્નાભાઈ સર્કિટ, ગોલમાલમાં 5 સીટવાળી બાઈક તો જોઈ હશે પરંતુ સિક્કાવાળી સ્કૂટી કદાચ જ જોઈ હશે. લોકોને આ સિક્કાવાળી સ્કૂટીનો વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે. 

A post shared by Rahul (@i_m_nalla)

સોશિયલ મીડિયા પર હાલ ગુજરાતી નંબર પ્લેટવાળી સિક્કાવાળી સ્કૂટીનો વીડિયો કૂતુહલનો વિષય બનેલી છે. આ સ્કૂટીના દરેક ભાગમાં બસ સિક્કા જ સિક્કા છે. મિરર, ફ્રન્ટ, અને બેક પર સિક્કા લાગેલા છે. એટલે સુધી કે ગાડીની ગાદી ઉપર પણ સિક્કા ચોંટાડેલા છે. આઈ એમ નલ્લા નામના ઈસ્ટાગ્રામ આઈડીથી શેર કરાયેલા આ વીડિયોને જોઈને લોકો દંગ રહી  ગયા છે. 

આગામી લોકસભા ચૂંટણીમાં નીતિશકુમાર હશે PM પદના ઉમેદવાર? આ દિગ્ગજ નેતાનું મોટું નિવેદન

મહિને કેટલો હોય છે તમારા જિલ્લાના કલેક્ટરનો પગાર, આ મળે છે એમને સુવિધાઓ 

100થી વધુ યુવતીઓનો બળાત્કાર, હવે 31 વર્ષ બાદ બદલો લેવા માટે ખેલાયો ખુની ખેલ

વીડિયો શેર થતા જ લાઈક અને કમેન્ટ્સનો રાફડો ફાટ્યો. આ સિક્કાવાળી અનોખી સ્કૂટીનો વીડિયો આગની જેમ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. લોકો તેના પર જાત જાતના રિએક્શન આપી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર તેને 1,538,383થી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. કોઈ તેને ચિલ્લર ગાડી કહે છે...તો કોઈ  બીજુ....વીડિયો જોઈને તો દરેક જણ જાણે સ્તબ્ધ થઈ ગયા છે. કેટલાક તો એમ પણ પૂછે છે કે કેટલા દિવસથી આટલા સિક્કા ભેગા કર્યા છે. 

જુઓ લાઈવ ટીવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More