Home> India
Advertisement
Prev
Next

સાધ્વીનાં ગોડસે અંગેના નિવેદન સાથે અમે સંમત નહી, જાહેરમાં માફી માંગે: ભાજપનો આદેશ

ભોપાલથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના નાથુરામ ગોડસેના દેશભક્તિ સંબંધિત નિવેદનથી ભાજપ સંમત નથી. ભાજપ પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવે કહ્યું કે, ભાજપ તેમના નિવેદન સાથે સંમત નથી. અને તેની નિંદા કરીએ છીએ. પાર્ટીએ તેમનુ સ્પષ્ટીકરણ માંગશે. સાધ્વીપ્રજ્ઞાએ જાહેરમાં આ નિવેદન મુદ્દે માફી માંગવી જોઇએ. 

સાધ્વીનાં ગોડસે અંગેના નિવેદન સાથે અમે સંમત નહી, જાહેરમાં માફી માંગે: ભાજપનો આદેશ

નવી દિલ્હી : ભોપાલથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના નાથુરામ ગોડસેના દેશભક્તિ સંબંધિત નિવેદનથી ભાજપ સંમત નથી. ભાજપ પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવે કહ્યું કે, ભાજપ તેમના નિવેદન સાથે સંમત નથી. અને તેની નિંદા કરીએ છીએ. પાર્ટીએ તેમનુ સ્પષ્ટીકરણ માંગશે. સાધ્વીપ્રજ્ઞાએ જાહેરમાં આ નિવેદન મુદ્દે માફી માંગવી જોઇએ. 

fallbacks

PM મોદીનો મમતાને વળતો પ્રહાર, ગાળની ચિંતા નથી ગલીઓનો કરવો છે વિકાસ

ગોડસે પર કમલ હાસનના વિવાદિત નિવેદન બાદ ચાલી રહેલી ચર્ચા વચ્ચે ભોપાલથી ભાજપના ઉમેદવાર પ્રજ્ઞાસિંહ ઠાકુરે કહ્યું કે, નાથુરામ ગોડસે દેશભક્ત હતા અને રહેશે. તેમને એવું બોલનારા લોકો સ્વયં તરફ જોતા કરી દેશે. એવું બોલનારા આ ચૂંટણીમાં જવાબ આપી દેવામાં આવશે. 

વિદ્યાર્થીની આત્મહત્યાથી વ્યથીત IASનું એવું પગલું, લાખો વિદ્યાર્થીઓનો વધ્યો આત્મવિશ્વાસ

5 વર્ષમાં રામ મંદિર નથી બનાવી શક્યાને વિદ્યાસાગરની મુર્તિ બનાવવાની વાતો કરે છે: મમતા બેનર્જી
ઉલ્લેખનીય છે કે, મક્કલ નીધિ મૈયમ (એમએનએમ)ના સંસ્થાપક કમલ હાસને તેમ કહીને નવો વિવાદ પેદા કરી દીધો છે કે આઝાદ ભારતનો પહેલા આતંકવાદી હિન્દુ હતો. તે મહાત્મા ગાંધીની હત્યા કરનારા નાથુરામ ગોડસે સંદર્ભે વાત કરી રહ્યા હતા. રવિવારે રાત્રે એક ચૂંટણી સભા સંબોધિત કરતા હાસને કહ્યું કે, તે એક સ્વાભિમાની ભારતીય છે જે સમાનતાવાળુ ભારત ઇચ્છે છે. 

દહેજ માટે ટ્રિપલ તલાક આપી ઘરમાંથી કાઢેલી મુસ્લિમ મહિલા પહોંચી SC, આવતીકાલે સુનાવણી

હાસને કહ્યું કે, હું એવું એટલા માટે નથી બોલી રહ્યો કારણ કે આ મુસ્લિમ બહુમતીવાળો વિસ્તાર છે, પરંતુ હું તે વાત ગાંધીની પ્રતિમા સામે બોલી રહ્યો છું. આઝાદ ભારતનો પહેલો આતંકવાદી હિંદુ હતો અને તેનું નામ નાથુરામ ગોડસે છે. ત્યારે તેની (આતંકવાદ)ની શરૂઆત થઇ. મહાત્મા ગાંધીની 1948માં થયેલી હત્યાનો હવાલો ટાંકતા હાસને કહ્યું કે, તેઓ આ હિંસાનો જવાબ શોધવા માટે આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More