Home> India
Advertisement
Prev
Next

જ્ઞાનવાપી પર ચુકાદો આવ્યા બાદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, અમે ફરી બાબરીના માર્ગ પર છીએ

Gyanvapi Masjid Verdict: ઓવૈસીએ કહ્યુ કે આજના આદેશ બાદ હવે આ પ્રકારના લિટિગેશન આવવા લાગશે અને 15 ઓગસ્ટ 1947 પહેલાની સ્થિતિને લઈને આપણે ફરી 80 અને 90ના દાયકામાં પરત પહોંચી જશું. 

જ્ઞાનવાપી પર ચુકાદો આવ્યા બાદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, અમે ફરી બાબરીના માર્ગ પર છીએ

નવી દિલ્હીઃ જ્ઞાનવાપી કેસમાં વારાણસીની જિલ્લા કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે અને કહ્યું કે આ કેસ સાંભળવા લાયક છે. જિલ્લા અદાલતથી જ્ઞાનવાપ-શ્રૃંગાર ગૌરીની સુનાવણીનો માર્ગ મોકળો બની ગયો છે. અદાલતે અંજુમન ઇન્તેજામિયા મસ્જિદ કમિટીના પ્રાર્થના પત્રને નકારી દીધુ છે. હિન્દુ પક્ષ તેને પોતાની જીત ગણાવી રહ્યો છે. હવે આ મામલામાં અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુ છે કે આ ચુકાદા બાદ એવું લાગે છે કે આપણે બાબરી મસ્જિદવાળા રસ્તા પર જઈ રહ્યાં છીએ. 

fallbacks

ઓવૈસીએ કહ્યું- અમારે આ નિર્ણય વિરુદ્ધ હાઈ કોર્ટમાં અરજી આપવી જોઈએ. મને આશા છે કે અંજુમન ઇન્તેજામિયા મસ્જિદ કમિટી નિર્ણય વિરુદ્ધ અરજી આપશે. આ આદેશ બાદ 1991ના પૂજા સ્થળ કાયદાનો કોઈ મતલબ રહી જતો નથી. તેમણે આગળ કહ્યું, આ નિર્ણય બાદ અસ્થિરતા વધશે. આપણે બાબરી મસ્જિદવાળા રસ્તા પર જઈ રહ્યાં છીએ. જ્યારે બાબરી પર નિર્ણય આપવામાં આવ્યો હતો ત્યારે મેં ચેતવણી આપી હતી કે તેનાથી સમસ્યા થઈ જશે. 

આ પણ વાંચોઃ દર્દીના ઓપરેશનનો સમય, ટ્રાફિકમાં ફસાયેલા ડોક્ટર કાર છોડી, ત્રણ કિમી દોડીને પહોંચ્યા હોસ્પિટલ  

ઓવૈસીએ દાવો કર્યો કે અયોધ્યા મામલાનો નિર્ણય આસ્થાના આધાર પર આપવામાં આવ્યો હતો. નોંધનીય છે કે જિલ્લા અદાલતના નિર્ણયને જોતા યુપીમાં પોલીસ એલર્ટ પર હતી. તો વારાણસીમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી હતી. ઓવૈસીની સાથે મુસ્લિમ પક્ષના લોકો કહી રહ્યાં છે કે અદાલતે પૂજા સ્થળ એક્ટ 1991નું પાલન કર્યું નથી. 

તો જે પૂજાસ્થળ એક્ટની વાત કરવામાં આવી રહી છે તેમાં કહેવામાં આવ્યું છે કે આઝાદી પહેલા અસ્તિત્વમાં આવેલા કોઈપણ ધર્મના પૂજા સ્થળને બીજા ધર્મના પૂજા સ્થળમાં પરિવર્તિત ન કરી શકાય. જો કોઈ આમ કરવાનો પ્રયાસ કરે છે તો તેને દંડ અને ત્રણ વર્ષની કેદ થઈ શકે છે. તે સમયે અયોધ્યાનો મામલો કોર્ટમાં હતો તેથી તેને આ કાયદાની બહાર રાખવામાં આવ્યો હતો. આ એક્ટ લાવવાનો ઉદ્દેશ્ય તે હતો કે જે રીતે અયોધ્યામાં મંદિર મસ્જિદનો વિવાદ શરૂ થયો, તે પ્રકારનો અન્ય જગ્યાએ ન થાય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More