Home> India
Advertisement
Prev
Next

Gyanvapi Masjid Controversy: સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી ટળી, વારાણસી કોર્ટની કાર્યવાહી ઉપર પણ રોક લગાવી

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ મામલે મોટા ખબર આવ્યા છે. મસ્જિદના સરવેનો રિપોર્ટ વારાણસી કોર્ટમાં રજૂ કરી દેવાયો છે. સહાયક કોર્ટ કમિશનર અજય પ્રતાપ સિંહના જણાવ્યાં મુજબ આ રિપોર્ટ 10-15 પાનાનો છે. બીજી બાજુ સુપ્રીમ કોર્ટથી પણ મહત્વના સમાચાર આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે વારાણસી કોર્ટની સુનાવણી પર હાલ રોક લગાવી છે. 

Gyanvapi Masjid Controversy: સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી ટળી, વારાણસી કોર્ટની કાર્યવાહી ઉપર પણ રોક લગાવી

Gyanvapi Mosque Survey Report: વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ મામલે મોટા ખબર આવ્યા છે. મસ્જિદના સરવેનો રિપોર્ટ વારાણસી કોર્ટમાં રજૂ કરી દેવાયો છે. સહાયક કોર્ટ કમિશનર અજય પ્રતાપ સિંહના જણાવ્યાં મુજબ આ રિપોર્ટ 10-15 પાનાનો છે. બીજી બાજુ સુપ્રીમ કોર્ટથી પણ મહત્વના સમાચાર આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે વારાણસી કોર્ટની સુનાવણી પર હાલ રોક લગાવી છે. 

fallbacks

સુપ્રીમ કોર્ટે લગાવી રોક
જ્ઞાનવાપી મસ્જિદ મામલે દેશની સર્વોચ્ચ કોર્ટ સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી કાલ સુધી ટાળવામાં આવી છે. આ દરમિયાન કોર્ટે વારાણસી કોર્ટમાં સુનાવણી પર શુક્રવાર 20મી મે સુધી રોક લગાવી છે. કોર્ટે કહ્યું કે આ મામલે હવે તે આવતી કાલે સુનાવણી કરશે. ત્યાં સુધી વારાણસી કોર્ટમાં પણ આ મામલે સુનાવણી થશે નહીં. હવે સુપ્રીમ કોર્ટમાં આવતી કાલે બપોરે 3 વાગે આ મામલે સુનાવણી હાથ ધરાશે. કોર્ટે વારાણસી કોર્ટને નિર્દેશ આપ્યા છે કે તેઓ મામલા સંલગ્ન કોઈ પણ આદેશ આવતીકાલ સુધી ન આપે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્ઞાનવાપી મુદ્દે આવતી કાલે ત્રણ જજની બેન્ચ સુનાવણી કરશે. કોર્ટે હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈનને કહ્યું કે તેઓ પોતાના સ્થાનિક વકીલને કહે કે તેઓ ટ્રાયલ કોર્ટમાં આગળ કાર્યવાહી ન કરે. અત્રે જણાવવાનું કે હિન્દુ પક્ષના વકીલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શુક્રવાર સુધી ટાળવાની માંગણી કરી હતી. વકીલ વિષ્ણુ જૈને કહ્યું કે વરિષ્ઠ વકીલ હરિશંકર જૈનની તબિયત સારી નથી. આથી વિનંતી કરતા કહ્યું હતું કે સુનાવણી આવતી કાલે હાથ ધરવામાં આવે. જો કે મુસ્લિમ પક્ષે આજે જ સુનાવણી હાથ ધરવાની માંગણી કરાઈ હતી. 

વારાણસી કોર્ટમાં રજૂ કરાયો સરવે રિપોર્ટ
જ્ઞાનવાપી મસ્જિદ મામલે વારાણસી કોર્ટમાં સરવેનો ફાઈનલ રિપોર્ટ રજૂ કરી દેવાયો છે. કોર્ટ કમિશનર વિશાલ સિંહે જે રિપોર્ટ રજૂ કર્યો છે તેમાં 3 દિવસના સરવેના લેખા-જોખા છે. સહાયક કોર્ટ કમિશનર અજય પ્રતાપ સિંહના જણાવ્યાં મુજબ આ રિપોર્ટ 10-15 પાનાનો છે. આ રિપોર્ટ 14થી 16 મે વચ્ચે થયેલા સરવે અંગે છે. સિવિલ જજ સીનિયર ડિવિઝન રવિકુમાર દિવાકરની કોર્ટમાં રિપોર્ટ જમા કરાવ્યા બાદ સ્પેશિયલ કોર્ટ કમિશનર એડવોકેટ વિશાલ સિંહે કહ્યું કે અમે સીલબંધ કવરમાં વીડિયો ચિપ પણ દાખલ કરી છે. કોર્ટ સમક્ષ તમામ વિગતો રજૂ કરવામાં આવી છે. 

રિપોર્ટ અંગે અજય પ્રતાપ સિંહે કોર્ટમાં જમા કરતા પહેલા કહ્યું હતું કે કોર્ટે અમને જ્ઞાનવાપી મસ્જિદનો સરવે કરવાની જવાબદારી સોંપી હતી અને અમે 14, 15, 16 મેના રોજ સરવે હાથ ધર્યો. અમે ખુબ નિષ્ઠાથી સરવે રિપોર્ટ તૈયાર કર્યો છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

Gyanvapi Mosque Survey: અજય મિશ્રાના રિપોર્ટમાં દાવો- જૂના મંદિરોના કાટમાળ પર દેવી-દેવતાઓની કલાકૃતિ

Gyanvapi Masjid Controversy: AIMPLB ની મહત્વની બેઠક, જ્ઞાનવાપી મામલે હિન્દુ પક્ષને કેવી રીતે રોકવો તે માટે બનાવ્યો પ્લાન

Gyanvapi Masjid Video: જ્યાંથી શિવલિંગ મળ્યાનો દાવો કરાયો તે વઝુખાનાનો નવો વીડિયો આવ્યો સામે, આ વસ્તુઓ જોવા મળી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More