નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં એક લગ્ન સમારોહનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં વરમાળા પહેરાવતી વખતે દુલ્હને દુલ્હેરાજા પર લાફાનો વરસાદ કરી નાખ્યો. વાયરલ વીડિયો લલ્પુરા પોલીસ મથક હદનો હોવાનો કહેવાય છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ જાન જાલૌન જિલ્લાથી આવી હતી.
વાયરલ વીડિયો વિશે મીડિયામાં જે રિપોર્ટ્સ છે તે મુજબ આ વીડિયો લલ્પુરા પોલીસમથક હદના સ્વાસા ગામનો છે. જ્યાં ગત રાતે જાલૌન જિલ્લામાં ચમારી ગામથી રવિકાંતની જાન આવી હતી. જાન પહોંચી તો જાનૈયાઓએ હોંશે હોંશે જાનૈયાઓનું સ્વાગત કર્યું. જાન બેન્ડ બાજા સાથે દરવાજે પહોંચી. પણ જ્યારે વરમાળા પહેરાવવાનો સમય આવ્યો અને દુલ્હેરાજા રવિકાંતે જેવી વરમાળા પહેરાવી કે દુલ્હને દુલ્હેરાજા પર લાફાનો વરસાદ કરી નાખ્યો અને સ્ટેજથી ઉતરીને જતી રહી.
હાલ તો એ જાણવા નથી મળ્યું કે આખરે દુલ્હને દુલ્હેરાજાને લાફા કેમ માર્યા. પરંતુ કેટલાક લોકો દબાયેલા અવાજે કહે છે કે વરરાજા દારૂના નશામાં હતો. છેલ્લે મળતી માહિતી મુજબ સમાધાન બાદ લગ્નની રસમ પૂરી થઈ ગઈ અને દુલ્હેરાજા દુલ્હનને લઈને વિદાય પણ થઈ ગયા છે.
World Heritage Day: સરકારનો નિર્ણય, ઐતિહાસિક સ્મારકોમાં આ દિવસોએ જશો તો નહીં ખર્ચવા પડે ટિકિટના પૈસા
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે