Home> India
Advertisement
Prev
Next

Shocking! રંગમાં ભંગ ન પડે એટલે 3 વર્ષના માસૂમને અપાય છે 'નશા'નો ડોઝ, Video જોઈને હોશ ઉડી જશે

એક 3 વર્ષના માસૂમ બાળકને માદક પદાર્થ હેરોઈનના નશાની લત લગાડવાનો ચોંકાવનારો કિસ્સો રાજસ્થાનના હનુમાનગઢથી સામે આવ્યો છે. 

Shocking! રંગમાં ભંગ ન પડે એટલે 3 વર્ષના માસૂમને અપાય છે 'નશા'નો ડોઝ, Video જોઈને હોશ ઉડી જશે

હનુમાનગઢ: એક 3 વર્ષના માસૂમ બાળકને માદક પદાર્થ હેરોઈનના નશાની લત લગાડવાનો ચોંકાવનારો કિસ્સો રાજસ્થાનના હનુમાનગઢથી સામે આવ્યો છે. 

fallbacks

આ મામલે બાળકના પિતાએ બાળકને નશો કરાવતા હોવાનો વીડિયો અને ફોટા સહિતની ફરિયાદ સંગરિયા પોલીસ અને જિલ્લા બાળ કલ્યાણ સમિતિમાં શુક્રવારે કરી હતી પરંતુ 24 કલાક કરતા વધુ સમય વીતી ગયો હોવા છતાં પોલીસ અને બાળ કલ્યાણ સમિતિએ કોઈ કાર્યવાહી કરી નથી. આ ઘાતક નશાના કારણે માસૂમ બાળકનો જીવ પણ જઈ શકે છે છતાં આ મામલે બેદરકારી જોવા મળી રહી છે. 

વાત જાણે એમ છે કે સંગરિયામાં રહેતા એક વ્યક્તિએ ફરિયાદ કરી કે તેની પત્ની તેનાથી અલગ થઈને કોઈ વ્યક્તિ સાથે લિવ ઈન રિલેશનશીપમાં રહે છે. તેમનો 3 વર્ષનો બાળક માતા પાસે છે અને 8 વર્ષનો બાળક તેમની પાસે છે. જે વ્યક્તિ સાથે તેમની પત્ની રહે છે તે નશાનો બંધાણી છે. આ વ્યક્તિ તેમના બાળકને પણ માદક પદાર્થ હેરોઈન એટલે કે ચિટ્ટા પીવડાવે છે તેવી તેમની ફરિયાદ છે. 

તેમના એક પરિચિત વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો બનાવીને આપ્યો તો પણ સંગરિયા પોલીસે હજુ સુધી આ મામલે કોઈ કાર્યવાહી કરી નથી કે જિલ્લા બાળ કલ્યાણ સમિતિએ પણ કાર્યવાહી કરી નથી તેવું તેમનું કહેવું છે. 

જુઓ ચોંકાવનારો VIDEO

શું કહે છે પોલીસ
આ અંગે સંગરિયા પોલીસ મથકના વિજય મીણાનું કહેવું છે કે ફરિયાદ મળી છે અને તપાસ થઈ રહી છે. જ્યારે જિલ્લા બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ જિતેન્દ્ર ગોયલે કહ્યું કે ફરિયાદ મળી છે અને સંગરિયા પોલીસે કોઈ કાર્યવાહી ન કરતી તો સોમવારે સમિતિ કાર્યવાહી કરશે. 

Reporter- Manish Sharma

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More