Home> India
Advertisement
Prev
Next

હરિયાણા વિધાનસભા ચૂંટણી-2019 : જાણો કયા દિગ્ગજનો થયો વિજય અને કોનો પરાજય

હરિયાણામાં ભાજપે જે સેલિબ્રિટિ પર દાવ લગાવ્યો હતો એવી ફોગાટ બહેન સોનાલી અને બબીતાનો કારમો પરાજય થયો છે. સાથે જ રેસલર યોગેશ્વર દત્તને પણ હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાને પણ પરાજયનો સામનો કરવો પડ્યો છે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી-2019 : જાણો કયા દિગ્ગજનો થયો વિજય અને કોનો પરાજય

ચંડીગઢઃ ચંડીગઢ વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થયું તેમાં અનેક ચોંકાવનારા પરિણામ આવ્યા છે. અત્યાર સુધીના પરિણામ મુજબ ભાજપે 13 બેઠક જીતી છે અને 26માં લીડ સાથે કુલ 39 બેઠક પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસ 10 બેઠક જીતી ગઈ છે અને 22 બેઠક પર લીડની સાથે કુલ 32 બેઠક પર આગળ છે. જનનાયક જનતા પાર્ટીએ 5 બેઠક જીતી છે અને 5 બેઠક પર લીડ સાથે કુલ 10 બેઠક પર આગળ ચાલી રહી છે. અપક્ષ ઉમેદવારો 7 બેઠક પર આગળ ચાલી રહ્યા છે. હરિયાણા લોકહિત પાર્ટીએ 1 સીટ જીતી લીધી છે. 

fallbacks

હરિયાણામાં ભાજપે જે સેલિબ્રિટિ પર દાવ લગાવ્યો હતો એવી ફોગાટ બહેન સોનાલી અને બબીતાનો કારમો પરાજય થયો છે. સાથે જ રેસલર યોગેશ્વર દત્તને પણ હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાને પણ પરાજયનો સામનો કરવો પડ્યો છે. 

Maharashtra Assembly Election Results 2019 LIVE: BJP-શિવસેનાને બહુમત, NCPનું પ્રદર્શન પહેલા કરતા સારું

હરિયાણાના દિગ્ગજ નેતાઓ જેમનો થયો વિજય કે આગળ ચાલી રહ્યા છે.... 

  • મનોહર લાલ ખટ્ટર(ભાજપ- કરનાલ).... આગળ ચાલી રહ્યા છે. 
  • અભયસિંહ ચૌટાલા (આઈએનએલડી- એલનાબાદ).... વિજય 
  • નૈના સિંહ ચૌટાલા (જેજેપી - બધરા).... વિજય 
  • અનિલ વિજય (ભાજપ- અંબાલા છાવણી).... વિજય 
  • દુષ્યંત ચૌટાલા (જેજેપી - ઉચાનાં કલા).... વિજય
  • સંદીપ સિંહ (ભાજપ- પિહોવા).... વિજય
  • નૈના સિંહ ચૌટાલા (જેજેપી - બધરા)... વિજય 
  • કુલદીપ બિશ્નોઈ (કોંગ્રેસ- આદમપુર) .... વિજય 
  • ભુપિંદર સિંહ હુડ્ડા (કોંગ્રેસ - ગઢા સાંપલા) .... વિજય 

Assembly Election Results 2019 LIVE: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના યુતિ આગળ, હરિયાણામાં કોકડું ગૂંચવાયું

હરિયાણાના દિગ્ગજ નેતાઓ જેમનો થયો પરાજય કે પાછળ ચાલી રહ્યા છે....

  • યોગેશ્વર દત્ત (ભાજપ-બરોદા).... પરાજય 
  • સોનાલી ફોગાટ (ભાજપ-આદમપુર).... પરાજય 
  • બબીતા ફોગાટ (ભાજપ- દાદરી).... પરાજય 
  • રણદીપ સિંહ સુરજેવાલા (કોંગ્રેસ- કૈથલ).... પરાજય
  • ચંદર મોહન (કોંગ્રેસ - પંચકુલા).... પાછળ
  • પ્રેમ લતા સિંહ (ભાજપ - ઉચાના કલાં).... પરાજય  
  • કુલદીપ શર્મા (કોંગ્રેસ - ગનૌર) ... પરાજય 
  • સુભાર બરાલા (ભાજપ- ટોહાના) .... પરાજય 
  • કેપ્ટન અભિમન્યુ (ભાજપ- નારનોંદ)... પરાજય 
  • રણબીર એ. મહેન્દ્રા (કોંગ્રેસ - બધરા).... પરાજય 

જુઓ LIVE TV....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More