ચંદીગઢઃ હરિયાણાની મનોહર લાલ ખટ્ટર સરકારની કેબિનેટનો વિસ્તાર થવાનો છે. મંગળવારે સાંજે 4 કલાકે નવા મંત્રીઓ શપથ ગ્રહણ કરવાના છે. માનવામાં આવી રહ્યું છે કે નારાજ ધારાસભ્યોને મનાવવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હરિયાણાના સીએમઓ તરફથી કેબિનેટ વિસ્તાર વિશે જાણકારી આપવામાં આવી છે. હાલ તે જાણવા મળ્યું નથી કે ક્યા મંત્રીઓને ખટ્ટર કેબિનેટમાં સામેલ કરવાના છે. હરિયાણાની ખટ્ટર સરકારનો આ બીજો કેબિનેટ વિસ્તાર છે. આ પહેલા 14 નવેમ્બરે પણ કેબિનેટનો વિસ્તાર થયો હતો.
2019માં હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બની હતી, પરંતુ બહુમતથી દૂર રહી હતી. ત્યારબાદ તેણે જનનાયક જનતા પાર્ટીની સાથે ગઠબંધન કરી સરકાર બનાવી હતી. ભાજપનને 90 સીટોવાળી વિધાનસભામાં 40 સીટો મળી હતી, જ્યારે 31 સીટો સાથે કોંગ્રેસ બીજા સ્થાને રહી ગઈ હતી. 10 સીટો જનનાયક જનતા પાર્ટીને મળી હતી. આ રીતે ભાજપ અને જેજેપીની મળીને વિધાનસભામાં કુલ 50 સીટો છે.
हरियाणा मंत्रिमंडल का विस्तार 28 दिसंबर, 2021 को किया जाएगा। शाम 4 बजे हरियाणा राजभवन में शपथ ग्रहण समारोह होगा।
— CMO Haryana (@cmohry) December 27, 2021
કિસાન આંદોલન બાદ હરિયાણા સરકારમાં આ કેબિનેટ વિસ્તાર થવા જઈ રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે ભાજપના નેતૃત્વવાળી સરકાર તેના દ્વારા સામાજિક સમીકરણોને સાધવાનો પ્રયાસ કરશે અને જાટ સમુદાયના નેતાઓને વધુ પ્રતિનિધિત્વ આપવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે હરિયાણામાં ભાજપ સરકારનો આ બીજો કાર્યકાળ છે. આ પહેલા 2014માં ભાજપને પૂર્ણ બહુમત મળ્યો હતો અને ત્યારે પણ મનોહર લાલ ખટ્ટર મુખ્યમંત્રી હતા. મહત્વનું છે કે ગુજરાત, ઉત્તરાખંડ, કર્ણાટકમાં ભાજપ તરફથી મુખ્યમંત્રી બદલવામાં આવ્યા છે. ત્યારબાદથી અન્ય રાજ્યોમાં ફેરફારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ ચંદીગઢ કોર્પોરેશન ચૂંટણીમાં AAP ની ધમાકેદાર એન્ટ્રી, ભાજપ-કોંગ્રેસને લાગ્યો ઝટકો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે