ચંડીગઢઃ કોરોનાની વેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલ માટે વોલેન્ટિયર બનનારા હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજ કોરોનાથી સંક્રમિત થયા છે. શનિવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વિજે ટ્વીટ કરી આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, તે કોરોના પોઝિટિવ છે અને અંબાલા કેંટની એક સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. તેમણે કહ્યું કે, તેમના સંપર્કમાં આવેલા લોકો પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લે.
હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે વિજ સંક્રમિત થતા દુખ વ્યક્ત કર્યુ છે. તેમણે ટ્વીટ કરીને કહ્યુ, ગૃહમંત્રીજી, તમારા કોરોના સંક્રમિત થવાના સમાચાર મળ્યા. મને વિશ્વાસ છે કે તમે પોતાની દ્રઢશક્તિથી આ બીમારીને જલદી માત આપશો. ઈશ્વરને તમારા જલદી સાજા થવાની પ્રાર્થના કરુ છું.
I have been tested Corona positive. I am admitted in Civil Hospital Ambala Cantt. All those who have come in close contact to me are advised to get themselves tested for corona.
— ANIL VIJ MINISTER HARYANA (@anilvijminister) December 5, 2020
વિજે લગાવી હતી રસી
મહત્વનું છે કે 20 નવેમ્બરે વિજને કોરોનાની વેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલમાં ડોઝ આપવામાં આવ્યો હતો. વિજે ખુદ કોરોના વેક્સિનની ટ્રાયલ માટે વોલેન્ટિયર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. 20 નવેમ્બરે હરિયાણામાં કોવાક્સિનની ત્રીજા તબક્કાની ટ્રાયલ શરૂ થઈ હતી. આ દરમિયાન અનિલ વિજે રસી લગાવી હતી. વિજની સાથે 200 વોલેન્ટિયર્સને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.
મહત્વનું છે કે 28 દિવસ બાદ વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવશે. ભારત બાયોટેક કંપની આઈસીએમઆરની સાથે મળીને કોરોનાની વેક્સિન કોવાક્સિનનું નિર્માણ કરી રહી છે. પીજીઆઈ રોહતક દેશના તે ત્રણ સેન્ટરોમાંથી એક છે જ્યાં ત્રીજા તબક્કાની ટ્રાયલમાં રસી લગાવવામાં આવી રહી છે. કંપનીએ દાવો કર્યો કે, આ રસી 90 ટકા અસરકારક થશે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે