હાથરસઃ દેશને હચમચાવી દેનાર હાથરસ કાંડ પર જબરદસ્ત હલચલ મચી છે. ઉત્તર પ્રદેશના ડીજીપી અને અધિક મુખ્ય સચિવ આજે હાથરસ પહોંચ્યા છે. અધિક મુખ્ય સચિવ (ગૃહ) અવનીશ અવસ્થી અને ડીજીપી હિતેશ ચંદ્ર અવસ્થીએ હાથરસ પહોંચીને પીડિતાના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી.
મહત્વનું છે કે હાથરસ કાંડમાં શુક્રવારે રાત્રે એસપી અને સીઓ સહિત પાંચ પોલીસકર્મીઓ પર કાર્યવાહી બાદ ઉત્તર પ્રદેશ પોલીસના વડા હિતેશ ચંદ્ર અવસ્થી અને અધિક મુખ્ય સચિવ અવનીશ કુમાર અવસ્થી હાથરસમાં પીડિત પરિવારને મળવા પહોંચ્યા છે.
ACS Home Avnish Awasthi and DGP HC Awasthy meet the family of the alleged gangrape victim in #Hathras. pic.twitter.com/sCFUx3ZEP6
— ANI UP (@ANINewsUP) October 3, 2020
હાથરસ ગેંગરેપ મામલામાં રાજકીય ઘમાસાણ વચ્ચે ભાજપ અને યોગી સરકારની છબીનું ડેમેજ કંટ્રોલ કરવા માટે સ્મૃતિ ઇરાની મેદાનમાં આવી અને સરકારનો બચાવ કર્યો છે.
તો ભારે દબાવ વચ્ચે યૂપી પોલીસે શનિવારે હાથરસમાં પીડિતાના ગામમાંથી તૈનાતી હટાવવી પડી હતી. પોલીસની તૈનાતી હટતાની સાથે મીડિયાની ટીમો પણ પીડિતાના ઘરે પહોંચી હતી.
પીએમ મોદીએ કહ્યું- અટલજીનું સપનું સાકાર થયું, હિમાચલના લોકોની આતુરતાનો અંત
કાલે હાથરસ જઈ શકે છે અખિલેશ યાદવ
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ તથા ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ રવિવારે હાથરસના બાલગઢી ગામમાં જઈ શકે છે. પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ હાથરસ ગેંગરેપ કેસના પીડિત પરિવારને મળશે. મહત્વનું છે કે હાલમાં અખિલેશ યાદવ લંડનમાં છે, તેઓ ત્યાંથી પરત ફરતાની સાથે હાથરસ જશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે