નવી દિલ્હીઃ ભારત સરકારે આ મહિને 37 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 18 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે કોવિડ-19 વેક્સિનના 12 કરોડ ડોઝ ઉપલબ્ધ કરાવવાની યોજના બનાવી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને જાહેરાત કરી કે રાજ્યોને જુલાઈ માટે કોવિડ-19 વેક્સિનની આપૂર્તી માટે પહેલાથી માહિતી આપી દેવામાં આવી છે અને આ જાણકારી તેને 15 દિવસ પહેલા આપવામાં આવી હતી, સાથે દિવસ પ્રમાણે આપૂર્તિ વિશે પણ વિગત આપવામાં આવી હતી.
75 ટકા રસી કેન્દ્ર સરકાર કરાવી રહી છે ઉપલબ્ધ
હર્ષવર્ધને ટ્વીટમાં કહ્યુ- જુલાઈમાં કુલ 12 કરોડ ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવસે. ખાનગી હોસ્પિટલોની આપૂર્તિ તેનાથી વધુ હશે. મંત્રીએ તે પણ કહ્યુ કે, કેન્દ્ર સરકાર દ્વારા 75 ટકા રસી ફ્રીમાં ઉપલબ્ધ કરાવવા અને જૂનમાં 11.50 કરોડ ડોઝ આપ્યા બાદ રસીકરણ અભિયાનમાં ઝડપ આવી છે.
આ પણ વાંચોઃ Bihar: અમલદારશાહીથી નારાજ નીતીશ સરકારમાં મંત્રી મદન સાહનીએ આપ્યું રાજીનામુ
જુલાઈમાં 10 કરોડ ડોઝ લગાવવાનો લક્ષ્ય
જુલાઈ માટે કેન્દ્રની કોવિડ વેક્સિન ફાળવણી યોજના અનુસાર ભારતની બે સ્વદેશી રસી- સીરમની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવૈક્સીન- રાજ્યોને આપવામાં આવશે. તેમાંથી કોવિશીલ્ડના 10 કરોડ ડોઝ અને કોવૈક્સીનના બે કરોડ ડોઝ આ મહિને રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ફાળવવામાં આવશે, જેનું કુલ અનુમાનિત કવરેજ 94,47,09,596 થી વધુ છે.
યૂપીમાં લગભગ 2 કરોડ લોકોને આપવામાં આવશે રસી
તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોવિડની રસી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ઉપલબ્ધતાના અનુપાત પ્રમાણે ફાળવવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશને સૌથી વધુ 1,91,16,830 ડોઝ આપવામાં આવશે અને ત્યારબાદ મહારાષ્ટ્રને 1,15,25,170, બિહાર 91,81,930, પશ્ચિમ બંગાળ 90,12,680, તામિલનાડુ 71,01,320, આંધ્ર પ્રદેશ 70,86,320, મધ્ય પ્રદેશ 70,28,800, રાજસ્થાન 65,20,220, કર્ણાટક 59,98,450, ગુજરાત 59,79,310, ઓડિશા 40,67,870 અને 36,50,680 કેરળ.
આ પણ વાંચોઃ 'સરકાર કૃષિ કાયદાને રદ્દ કરશે નહીં', કૃષિ મંત્રીએ કહ્યું - ખેડૂતો સાથે જોગવાઈઓ અંગે ચર્ચા કરવા તૈયાર
કેન્દ્રએ રાષ્ટ્રની રાજધાની માટે 1,59,50,750 લોકોને આવરી લેવા કોવિડ રસીના 20,26,110 ડોઝ અને જમ્મુ-કાશ્મીર માટે 11,09,130 ડોઝ આપવાની યોજના બનાવી છે. જમ્મુ-કાશ્મીરમાં 87,31,752 લોકોને અને લદ્દાખમાં 28,000 લોકોને રસી આપવામાં આવી છે.
લગભગ 34 કરોડ લોકોને મળી છે રસી
ઝારખંડને રસીના 33,13,540 ડોઝ આપવામાં આવશે. આ સિવાય અસમ 29,28,580, પંજાબ 28,16,090, તેલંગાણા 7,99,290, હરિયાણા 25,43,460, છત્તીસગઢ 24,01,780, ઉત્તરાખંડ 9,86,160, હિમાચલ પ્રદેશ 6,96,010, ત્રિપુરા 3,50,480, મણિપુર 2,50,130, મેઘાલય 2,64,560, નાગાલેન્ડ 2,07,340, ચંદીગઢ 2,00,150, ગોવા 1,99,560, પુડુચેરી 1,82,060, અરુણાચલ પ્રદેશ 1,24,260, મિઝોરમ 1,00,020, સિક્કિમ 58,840, અંદમાન અને નિકોબાર 55,110, દાદરા અને નગર હવેલી 45,410, દમણ અને દીવ 36,730 અને લક્ષદ્વીપ 7,630.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે