Home> India
Advertisement
Prev
Next

અનેક રાજ્યોમાં આકાશી આફત, નીચાણવાળા વિસ્તારોમાં જળતાંડવ, ભારે વરસાદથી નદી-નાળાંમાં પૂર આવ્યા

દેશભરમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે અને ભારે વરસાદ પડી રહ્યો છે. અનેક રાજ્યોમાં ભારે વસાદને કારણે સ્થિતિ ગંભીર બની છે. કેટલીક જગ્યાએ ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ ઉભી થઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં જળતાંડવ જોવા મળી રહ્યું છે. 

અનેક રાજ્યોમાં આકાશી આફત, નીચાણવાળા વિસ્તારોમાં જળતાંડવ, ભારે વરસાદથી નદી-નાળાંમાં પૂર આવ્યા

નવી દિલ્હીઃ દેશના અનેક રાજ્યોમાં મૂશળધાર વરસાદે લોકોની ચિંતા વધારી દીધી છે... પહાડો પર વરસાદ તાંડવ મચાવી રહ્યો છે... તો મેદાની પ્રદેશોમાં પણ જળ્પ્રલયથી હાલત ખરાબ થઈ રહી છે... તેની વચ્ચે હવામાન વિભાગે ઉત્તરથી લઈને દક્ષિણના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું રેડ અલર્ટ આપ્યું છે... ત્યારે કયા રાજ્યોમાં વરસાદનો કેવો કહેર જોવા મળ્યો?... જોઈશું આ રિપોર્ટમાં... 

fallbacks

ભારતના વિવિધ રાજ્યોમાં આ સ્થિતિ છે... જ્યાં આકાશમાંથી એટલું પાણી વરસ્યું કે લોકોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું...  કહેવત છેકે કોઈપણ વસ્તુમાં અતિ બહુ ખરાબ કહેવાય... તેમ હાલમાં અનેક રાજ્યોમાં અતિ વરસાદ વરસી રહ્યો છે... જેનાથી લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે.... 

ઝારખંડના રાંચી શહેરમાં પણ આવી સ્થિતિ જોવા મળી છે. અહીંયા ભારે વરસાદના કારણે જયપ્રકાશનગરમાં 35 લોકો ફસાઈ ગયા... જોકે NDRFની ટીમને આ અંગે જાણ થતાં તેમણે તમામ લોકોનું રેસ્ક્યુ કર્યુ...  

રાંચીમાં ભારે પવન સાથે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા... તો અનેક વિસ્તારોના બેઝમેન્ટમાં હજુપણ પાણી ભરાયેલા છે... જ્યારે અનેક વિસ્તારોમાં રસ્તા પર વિશાળ વૃક્ષો ધરાશાયી થતાં તેને દૂર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે... 

પશ્વિમ બંગાળમાં પણ હવે ધીમે-ધીમે વરસાદનું જોર વધ્યું છે... જેના કારણે મિદનાપોર વિસ્તારમાં આવેલી ઝૂમી નદી ભયજનક સ્તરે વહી રહી છે... નદીકાંઠાના વિસ્તારોને પહેલાંથી જ સુરક્ષિત સ્થળે ખસી જવા માટે સૂચના આપી દેવામાં આવી છે... કેમ કે નદી પરના લાકડાના પુલ પહેલાંથી જ તૂટીને નદીમાં સમાઈ ગયા છે..

આ પણ વાંચોઃ મોબાઈલ ફોનની ઘંટડી વાગી તો સ્કૂલમાં છોકરીઓના કપડાં ઉતારાયા, શિક્ષિકાએ કહ્યું કે...

આ દ્રશ્યો પશ્વિમ બંગાળના સૌથી મોટા શહેર કોલકાતાના છે.. અહીંયા પણ અનરાધાર વરસાદના કારણે કૈખાલી રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે... જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે... 

કોલકાતા  એરપોર્ટ પર પણ વરસાદના પાણી ભરાઈ ગયા છે... એરપોર્ટનો વીડિયો સામે આવ્યો છે જેમાં પાણી વચ્ચે વિમાન ઉભેલાં જોવા મળી રહ્યા છે... રન-વે પર પાણી ભરાતાં મુસાફરોને પણ પરેશાનીનો સામનો કરવો પડ્યો... 

ભારે વરસાદના કારણે કેદારઘાટીમાં રસ્તાઓને મોટું નુકસાન થયું છે... જેના કારણે વિવિધ પડાવ પર ફસાયેલા તીર્થયાત્રીઓ અને સ્થાનિક લોકોને બચાવવા માટે પૂરજોશમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે... 

આ તરફ કેરળના વાયનાડમાં વિનાશકારી લેન્ડસ્લાઈડના સતત પાંચમા દિવસે પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે... મોતનો આંકડો 300ને પાર કરી ગયો છે... ત્યારે જો તમે પહાડો પર ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો ચેતી જજો... કેમ કે હવામાન વિભાગે હજુ પણ અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે..
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More