Home> India
Advertisement
Prev
Next

Video: હેમા માલિનીએ સંસદમાં ઝાડું વાળ્યું, સોશિયલ મીડિયામાં લોકોએ કહ્યું-'આમને ટાંગો ચલાવવા દો'

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને સાંસદ હેમા માલિનીએ શનિવારે સ્વચ્છતા અભિયાન હેઠળ સંસદમાં ઝાડું મારીને સફાઈ કરી.

Video: હેમા માલિનીએ સંસદમાં ઝાડું વાળ્યું, સોશિયલ મીડિયામાં લોકોએ કહ્યું-'આમને ટાંગો ચલાવવા દો'

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને સાંસદ હેમા માલિનીએ શનિવારે સ્વચ્છતા અભિયાન હેઠળ સંસદમાં ઝાડું મારીને સફાઈ કરી. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહથી લઈને ભાજપના અનેક દિગ્ગજ નેતાઓએ સ્વચ્છ ભારતનો સંદેશ આપતા આ કાર્યક્રમમાં ભાગ લીધો. આ કાર્યક્રમનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં મથુરાના સાંસદ હેમા માહિની પણ ઝાડુ મારતા જોવા મળી રહ્યાં છે. જો કે હવે લોકોમાં હેમા માલિનીનો ઝાડું મારતો વીડિયો ચર્ચાનો વિષય બની ગયો છે. લોકો અનેક પ્રકારના મીમ્સ શેર કરી રહ્યાં છે.

fallbacks

BJPના દિગ્ગજ મંત્રીઓ અને સાંસદો ઝાડું લઈને સંસદ પરિસરમાં સફાઈ કરતા જોવા મળ્યાં, જુઓ PHOTOS 

વીડિયોમાં ભાજપના સાંસદ હેમા માલિનીને ઝાડું લગાવતા જોઈને લોકો પુષ્કળ કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકો તો તેને ભ્રમ ગણાવી રહ્યાં છે અને તેમનું કહેવું છે કે તેમને સમજમાં નથી આવતું કે તેઓ ઝાડું મારે છે કે શું કરે છે. હકીકતમાં વીડિયોમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે કે તેઓ જ્યાં ઝાડું મારી રહ્યાં છે ત્યાં તેમનું ઝાડું જમીનને બરાબર અડી  રહ્યું જ નથી. આવામાં આ વીડિયો હવે લોકો માટે હસી મજાકનો ટોપિક બની ગયો છે. 

41 સેકન્ડના આ વીડિયોમાં સમજમાં નથી આવતું કે મથુરાના સાંસદ હેમા માલિનીએ ક્યાં ક્યાં અને કેટલીવાર સુધી સફાઈ કરી છે. વીડિયો જોઈને એક યૂઝરે કહ્યું કે આ તો હેરી પોટરવાળું ઝાડું છે. અન્ય એક યૂઝરે કહ્યું કે હેમા માલિની ખુબ સારી એક્ટિંગ કરે છે. એક યૂઝર કહે છે કે 'તેઓ કચરો સાફ કરે છે કે કચરો ફેલાવી રહ્યાં છે કઈ ખબર પડતી નથી.'

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More