Home> India
Advertisement
Prev
Next

ગરમીમાં થવાની છે વીજળીની ભયંકર અછત, ગ્રીડ ઓપરેટર્સની ચેતવણી- દેશભરમાં થશે ખરાબ સ્થિતિ

દેશના ટોપ ગ્રીડ ઓપરેટરે આવનારા દિવસોમાં દેશમાં વીજળીની સમસ્યાને લઈને ગંભીર ચેતવણી જાહેર કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે મે અને જૂનમાં વીજળીની માંગ પૂરી કરવી મુશ્કેલ થી જશે. 

 ગરમીમાં થવાની છે વીજળીની ભયંકર અછત, ગ્રીડ ઓપરેટર્સની ચેતવણી- દેશભરમાં થશે ખરાબ સ્થિતિ

નવી દિલ્હીઃ દેશમાં ફેબ્રુઆરી-માર્ચથી જ ભીષણ ગરમીએ પોતાનો ઈરાદો જાહેર કરી દીધો છે... જેનાથી આવનારા મહિનાઓમાં પણ લોકો કાળઝાળ ગરમીમાં શેકાશે તે નક્કી છે... એવામાં જો તમે અત્યારથી પંખા, કૂલર કે એસીનો સહારો લઈ રહ્યા છો તો તમે મોટી મુશ્કેલીમાં મૂકાઈ શકો છો... કેમ કે દેશમાં પાવર કટનો મોટો ખતરો તોળાઈ રહ્યો છે... ત્યારે આવું કેમ થશે?... કેમ દેશમાં વીજળીનું સંકટ ઉભું થશે?... જોઈશું આ અહેવાલમાં...

fallbacks

દેશના અનેક રાજ્યમાં તાપમાન વધી ગયું છે. કેમ કે હજુ તો અડધો માર્ચ મહિનો જ પૂરો થયો છે... ત્યાં ગરમીએ પોતાનો ભીષણ અવતાર બતાવવાનું શરૂ કરી દીધું છે... જેના કારણે લોકો ગરમીથી બચવા માટે પંખા, કૂલર અને એસીનો સહારો લેવાનું પસંદ કરી રહ્યા છે... પરંતુ જો તમે પણ આવું કરી રહ્યા છો તો તમારી મુસીબતમાં વધારો થવાનો છે... 

આવનારા સમયમાં ગરમીનો પારો કેટલાંક રાજ્યોમાં 40ને પાર તો કેટલાંક રાજ્યોમાં 45ની ઉપર પહોંચી જશે તે નક્કી છે... આજ સમયે જો દેશમાં પાવર કટની સમસ્યા સર્જાય તો?... વિચાર જ ડરાવી નાંખનારો છે ને... પરંતુ આ હકીકત છે... કેમ કે ભારતના ટોપ ગ્રીડ ઓપરેટરે ચેતવણી આપી છે કે...

મે અને જૂન મહિનામાં વીજળીની ભારે માગ રહેશે...
આ દરમિયાન વીજળીની ભારે અછત સર્જાવાની શક્યતા છે...
ત્યારે દેશમાં પાવર કટનું રિસ્ક સૌથી વધારે રહેશે...
મે-જૂનમાં વીજળીની માગ 15થી 20 ગીગાવોટ સુધી પહોંચી શકે છે...
મે મહિનામાં વીજળીની ડિમાન્ડ સૌથી વધારે રહેવાની શક્યતા છે...
ત્યારે આ માગણીને પૂરી કરવી સૌથી મુશ્કેલ કામ હશે.

આ પણ વાંચો- અચાનક હવામાન પલટાયું, હવામાન વિભાગે જાહેર કર્યું હીટવેવનું સૌથી મોટું એલર્ટ

દેશમાં ગરમીની વચ્ચે પાવર કટ રહેતાં લોકોને કાળઝાળ ગરમીમાં શેકાવું પડશે તે નક્કી છે... પરંતુ તેનાથી બચી પણ શકાય છે... NDLCના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં રિન્યૂએબલ એનર્જીનો ઉપયોગ વધારવો જોઈએ... જેમાં સૌર ઉર્જા અને પવન ઉર્જા જેવા સ્ત્રોતોને ઝડપથી વિકસિત કરવાની જરૂર છે... કોઈ નક્કર પગલાં નહીં લેવામાં આવે તો મોટાપાયે પાવર કટની સમસ્યા સર્જાશે અને લોકો હેરાન-પરેશાન થઈ શકે છે...

પાવર કટની સમસ્યા ન સર્જાય તે માટે કેટલાંક ઘરેલુ ઉપાયો પણ કરી શકાય તેમ છે... તેના પર નજર કરીએ તો. બિનજરૂરી પંખા, કૂલર અને એસી ન ચલાવો... સોલાર પેનલ અને અન્ય વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતને અપનાવો. લોડ શિફ્ટીંગ રણનીતિનો ઉપયોગ કરો. ઈમરજન્સી પાવર બેકઅપની વ્યવસ્થા કરો. સરકાર અને વીજ વિભાગના આદેશનું પાલન કરો.

એટલે આવનારા મહિનાઓમાં વીજળીના સંકટથી બચવા માટે વ્યક્તિગત અને સરકારી સ્તરે ઉપાયો કરવા અત્યંત જરૂરી છે... જો યોગ્ય પગલાં લેવામાં આવે તો વીજળીના સંકટને મહદ અંશે ટાળી શકાય તેમ છે... 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More