Home> India
Advertisement
Prev
Next

ડૂબી જશે મુંબઈ! હાઇટાઇડનું પણ એલર્ટ

છેલ્લા 24 કલાકથી પડી રહેલા વરસાદને કારણે મુંબઈની હાલત ખરાબ છે 

ડૂબી જશે મુંબઈ! હાઇટાઇડનું પણ એલર્ટ

મુંબઈ : મુંબઈમાં વરસાદ છેલ્લા 24 કલાકથી હાહાકાર મચાવી રહ્યો છે. મુંબઈની લાઇફલાઇન ઠપ થઈ ગઈ છે. મુંબઈના બોરિવલી વિસ્તારમાં ત્રણ મકાન ધરાશાયી થઈ ગયા છે. મુંબઈમાં છેલ્લા બે દિવસોમાં 250 MMથી વધારે વરસાદ થયો છે. શહેરના અનેક વિસ્તાર પાણીમાં ડૂબી ગયા છે અને આગામી 24 કલાક સુધી પરિસ્થિતિમાં કોઈ સુધારો થાય એવી શક્યતા નથી. આ સંજોગોમાં દરિયામાં હાઇટાઇડ એલર્ટની જાહેરાત થતા પરિસ્થિતિ વધારે વણસી ગઈ છે. 

fallbacks

ભારતીય મોસમ વિભાગનું અનુમાન છે કે 13 જુલાઈ સુધી મુંબઈના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થશે. આ વરસાદનો માર ગ્રેટર મુંબઈ, થાણે, રાયગઢ અને પાલઘરને સૌથી વધારે પડશે. 

હાલમાં ભારે વરસાદને પગલે વાશી અને વિરાર વચ્ચેની લોકલ ટ્રેન સેવા રોકી દેવામાં આવી છે અને કેટલીક સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. અધિકારીઓએ માહિતી આપી છે કે વાશી અને વિરાર વચ્ચેના રેલવે ટ્રેકના પાટા પાણીમાં ડૂબી ગયા છે જેના કારણે સર્વિસ રદ કરી દેવાનો નિર્ણય લેવાયો છે. આ સંજોગોમાં લોકોને પરિવહનમાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. 

સોમવારે મુંબઈમાં બહુ જોરદાર વરસાદ પડ્યો હતો જેના કારણે મોટાભાગના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા  હતા. રસ્તા, ગલી તેમજ સોસાયટીમાં બધી જગ્યાએ વરસાદનું પાણી ભરાઈ ગયું છે અને પરિવહન સેવા ઠપ થઈ ગયી છે. સોમવારે રાત્રે બોરીવલી પૂર્વના ત્રણ ઘરોનો કેટલોક હિસ્સો ધરાશાયી થઈ ગયો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. હાલમાં ફાયરબ્રિગેડ તેમજ એનડીઆરએફની ટીમ કાટમાળ હટાવવાની કામગીરી કરી રહી છે. 

આ પહેલાં રવિવારે કુર્લા વિસ્તારમાં 4 માળની ઇમારત પડી ગઈ હતી. મુંબઈમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ નદી જેવા દેખાઈ રહ્યા છે અને લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. મુંબઈના કિંગ સર્કલ વિસ્તારમાં તો રસ્તાની બંને બાજુ બે ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. રવિવાર રાતથી થઈ રહેલા ભારે વરસાદને પગલે મુંબઈની લાઇફલાઇન લોકલ ઠપ થઈ ગઈ છે. વેસ્ટર્ન લાઇનની હાલત સૌથી ખરાબ છે. વિરાર તેમજ નાલાસોપારા વિસ્તારમાં ભારે વરસાદને પગલે ટ્રેક પર પાણી આવી જતા સર્વિસને બંધ કરી દેવામાં આવી છે. 

મુંબઈમાં ગઈ કાલ રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ સિવાય આવતા 48 કલાકમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે ત્યારે સમુદ્રમાં હાઇટાઇડનું એલર્ટ પણ આવ્યું છે. બીએમસીએ  હાઇટાઇડની ચેતવણી આપી છે. આ સંજોગોમાં પ્રશાસને લોકોને સમુદ્રથી દૂર રહેવાની સલાહ આપી છે. ભારતીય હવામાન ખાતાએ મુંબઈ સિવાય મધ્ય પ્રદેશ સહિત 5 રાજ્યોમાં રેડએલર્ટ જાહેર કર્યું છે. આ રાજ્યોમાં 12 જુલાઈ સુધી ભારે વરસાદ પડવાની સંભાવના છે. 

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More