Home> India
Advertisement
Prev
Next

હવે બેંગકોક-પટ્ટાયા વાહન લઈને પહોંચી શકશે ભારતીયો, ભારત-થાઈલેન્ડ વચ્ચે બની રહ્યો છે હાઈવે

ભારતમાં થાઈલેન્ડના રાજદૂત પટ્ટારત હોંગટોંગે બુધવારે કહ્યું- ભારત, મ્યાનમાર અને થાઈલેન્ડ વચ્ચે ત્રિપક્ષીય રાજમાર્ગ બની રહ્યો છે. થાઈલેન્ડથી મ્યાનમાર સુધી રોડનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. 

હવે બેંગકોક-પટ્ટાયા વાહન લઈને પહોંચી શકશે ભારતીયો, ભારત-થાઈલેન્ડ વચ્ચે બની રહ્યો છે હાઈવે

નવી દિલ્હીઃ જલદી ભારતના લોકો પાડોશી દેશ મ્યાનમાર અને પછી થાઈલેન્ડની યાત્રા રોડ દ્વારા કરી શકશે. થાઈલેન્ડ અને ભારત વચ્ચે ચાલી રહેલ ભારત-મ્યાનમાર થાઈલેન્ડ ત્રિપક્ષીય રાજમાર્ગ પરિયોજના ત્રણથી ચાર વર્ષમાં  પૂર્ણ થવાની આશા છે. ભારતમાં થાઈલેન્ડના રાજદૂતે કહ્યું કે હાઈવેને લઈને કામ ઝડપથી ચાલી રહ્યું છે અને ભારતના મણિપુર રાજ્યોમાં કામ લગભગ પૂરુ થઈ ચુક્યું છે. 

fallbacks

ભારતમાં થાઈલેન્ડના રાજદૂત પટ્ટારત હોંગટોંગે બુધવારે કહ્યું- ભારત, મ્યાનમાર અને થાઈલેન્ડ વચ્ચે ત્રિપક્ષીય રાજમાર્ગનું કામ ચાલી રહ્યું છે. થાઈલેન્ડથી મ્યાનમાર સુધી રોડનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ભારતમાં આ હાઈવે મણિપુરના મોરેહ સુધી જશે. હું મોરેહ ગયો છું અને મેં ઇમ્ફાલથી મોરેહ સુધીનો રોડ જોયો છે, જે લગભગ તૈયાર છે. 

આ પહેલા થાઈલેન્ડ સરકારના વિદેશ મામલાના ઉપ-મંત્રી વિજાવત ઇસરાભક્દીએ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કોલકત્તામાં આયોજીત એક કોન્ક્વેલમાં કહ્યું હતું કે થાઈલેન્ડમાં આ ચાર લેન એક્સપ્રેસવેનું કામ 99 ટકા પૂરુ થઈ ગયું છે. હવે ભારત અને મ્યાનમારની સરકારો પર નિર્ભર કરે છે કે પરિયોજનાને કેટલી ઝડપી પૂરી કરી શકાય છે. 

આ પણ વાંચોઃ ચીન 30, પાકિસ્તાન 31 અને ભારત 7..... આ રેન્કિંગ જોઈને ગદગદ થઈ જશો તમે

થાઈલેન્ડના દૂતે કહ્યું કે આ હાઈવેથી બંને દેશો વચ્ચે પર્યટનને પ્રોત્સાહન મળશે. પરંતુ તેમમે કહ્યું કે આ હાઈવે પર ક્યા પ્રકારના વાહન ચાલશે અને તેને લઈને શું ફ્રેમવર્ક હશે તે મુદ્દે સંબંધિત દેશો વચ્ચે વર્ચા થવાની છે. આ દરમિયાન તેમણે ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. 

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ભારતમાં થાઈલેન્ડના દૂતે કહ્યું- મારૂ માનવું છે કે જો તમે કોઈ કેમ્પેન કે કોન્સેપ્ટ શરૂ કરવા ઈચ્છો છો, તમારી પાસે નિર્માતા અને પ્રમોટરના રૂપમાં યોગ્ય વ્યક્તિ છે તો તમે તમારા લક્ષ્ય હાસિલ કરી લેશો. આ કારણ છે કે 2014માં જ્યારે પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્રમાં આ મુદ્દાને ઉઠાવ્યો હતો, તો આજે દુનિયાભરમાં યોગાભ્યાસની સિદ્ધિ આપણે જોઈ શકીએ છીએ. તેથી હું આ પહેલની પ્રશંસા કરુ છું, જે ભારત સરકારે સંયુક્ત રાષ્ટ્ર સ્તર પર અને સાથે થાઈલેન્ડ સહિત અન્ય દેશોમાં કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More