Home> India
Advertisement
Prev
Next

હિમાચલના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે પીએમ મોદી સાથે કરી મુલાકાત, ખાલિસ્તાન પર પણ થઈ વાત

Khalistani Flag Row: મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કહ્યુ કે, પ્રધાનમંત્રી મોદી સાથે હિમાચલમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ પર ચર્ચા થઈ છે.

હિમાચલના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે પીએમ મોદી સાથે કરી મુલાકાત, ખાલિસ્તાન પર પણ થઈ વાત

નવી દિલ્હીઃ વિધાનસભા ભવનની બહાર ખાલિસ્તાની બેનર અને ઝંડો લગાવવાનો મામલો હિમાચલ પ્રદેશમાં ચર્ચામાં છે. આ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે પીએમ નરેન્દ્ર  મોદી સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત દરમિયાન ખાલિસ્તાનના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી છે. તો હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ પીએમ મોદીએ 31 મેએ રાજ્યમાં આવવાનું આમંત્રણ પણ આપ્યું છે. 

fallbacks

આ મુદ્દે થઈ ચર્ચા
પ્રધાનમંત્રી મોદીને હિમાચલ આવવાનું આમંત્રણ આપવાના મુદ્દે જયરામ ઠાકુરે કહ્યુ કે, પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને આઠ વર્ષ પૂરા થવા જઈ રહ્યાં છે. તો અમે કહ્યુ કે, જો તમે આ કાર્યક્રમ હિમાચલ પ્રદેશમાં કરશો તો અમારા માટે ખુબ પ્રશંસાનો વિષય હશે. મુખ્યમંત્રીએ કહ્યુ કે, પીએમ મોદી સાથે હિમાચલ પ્રદેશમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ વિશે પણ વાત થઈ છે. તેમણે કહ્યું કે, અમારા કેટલાક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ પૂરા થઈ ગયા છે એટલે અમે પીએમ મોદીને હિમાચલ પ્રદેશ આવવાનું આમંત્રણ આપ્યું છે. 

ખાલિસ્તાનના મુદ્દે બોલ્યા મુખ્યમંત્રી
ખાલિસ્તાનના મુદ્દા પર મુખ્યમંત્રી ઠાકુરે કહ્યુ કે, દેવભૂમિ હિમાચલના શાંતિપૂર્ણ માહોલને ખરાબ કરનારને છોડવામાં આવશે નહીં. ધર્મશાળા વિધાનસભામાં થયેલી ઘટનાના એક આરોપી હરવિન્દ્ર સિંહના પુત્ર રાજેન્દ્ર સિંહની પંજાબથી ધરપકડ કરવામાંઆવી છે. તેણે વિધાનસભા પરિસર ધર્મશાળામાં દિવાલ પર ખાલિસ્તાની ઝંડા અને ગ્રેફિટિના આરોપોનો સ્વીકાર કર્યો છે. આ સાથે તેમણે કહ્યું કે હિમાચલ પોલીસ અને પંજાબ પોલીસના પ્રયાસોથી બીજા આરોપી વિનીત સિંહની પણ ધરપકડ કરવામાં આવશે. 

આ પણ વાંચોઃ પત્ની સાથે બળાત્કાર ગુનો કે નહીં? દિલ્હી હાઈકોર્ટના જજોમાં મતભેદ, અલગ-અલગ ચુકાદો

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More