Home> India
Advertisement
Prev
Next

Mumbai: રૂપાલીથી ઝારા બનેલી યુવતીનો દર્દનાક અંત, બુરખો ન પહેરતા પોલીસે કરી હત્યા

Mumbai Crime News: મુંબઈમાં એક પતિએ પોતાની પત્નીની એટલે હત્યા કરી નાખી કારણ કે તેણે બુરખો પહેરવાની ના પાડી દીધી. પોલીસે આરોપીની ધરપકડ કરી કેસની તપાસ શરૂ કરી છે. 

Mumbai: રૂપાલીથી ઝારા બનેલી યુવતીનો દર્દનાક અંત, બુરખો ન પહેરતા પોલીસે કરી હત્યા

મુંબઈઃ Muslim Man Murders Hindu Wife: મુંબઈમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પતિએ પત્ની કથિત રીતે બુરખો ન પહેરતા તેને મોતને ઘાટ ઉતારી દીધી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપી અને તેની પત્ની વચ્ચે બાળકની કસ્ટડીને લઈને પણ ઝગડો ચાલી રહ્યો હતો. બંન વચ્ચે બાળકની કસ્ટડીને લઈને વાત થવાની હતી, જેનો દર્દનાક અંત સામે આવ્યો છે. આવો તમને જણાવીએ આ ચોંકાવનારી ઘટના વિશે...

fallbacks

લગ્ન માટે રૂપાલીથી ઝારા બની હતી યુવતી
પોલીસ પ્રમાણે હિન્દુ યુવતી રૂપાલીએ 2019માં એક મુસ્લિમ વ્યક્તિ ઇકબાલ શેખ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ રૂપાલીએ પોતાનું નામ બદલીને ઝારા કરી લીધુ હતું. ક્ષેત્રના પોલીસ પ્રભારી વિલાસ રાઠોડે જણાવ્યું કે ઝારા છેલ્લા કેટલાક મહિનાથી પોતાના પુત્રની સાથે અલગ રહેતી હતી, કારણ કે ઇકબાલ શેખનો પરિવાર તેના પર બુરખો પહેરવા માટે દબાણ કરતો હતો. 

છરીના ઘા મારી કરી હત્યા
બંને વચ્ચે બાળકની કસ્ટડીને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. સોમવારે રાત્રે 10 કલાકે ઝારા અને ઇકબાલ શેખ બાળકની કસ્ટડી અને તલાક મુદ્દે વાત કરવાના હતા. આ દરમિયાન પતિએ બુરખો ન પહેરવા પર બાળકની કસ્ટડીને લઈને પોતાની પત્ની સાથે જાનવરો જેવો વ્યવહાર કર્યો. થોડા સમય સુધી ચાલેલા ઝગડા બાદ તેણે પોતાની પત્ની પર છરીથી હુમલો કર્યો હતો. પીડિતાનું ઘટનાસ્થળે મોત થઈ ગયું હતું. 

આ પણ વાંચોઃ ઉદ્ધવ ઠાકરેને ઝટકો, સુપ્રીમે કહ્યું- ચૂંટણી પંચ નક્કી કરશે અસલી શિવસેના કોણ

પોલીસે કરી ધરપકડ
ઘટના બાદ ઝારાને ઓળખનાર લોકોએ પોલીસને જાણકારી આપી હતી. સ્થળ પર પહોંચેલી પોલીસે ડેડ બોડીને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓ પ્રમાણે મહિલાના શરીરમાંથી લોહી નિકળી રહ્યું હતું. પોલીસે જણાવ્યું કે આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ 302 (હત્યા) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપીને કસ્ટડીમાં લઈ પોલીસ પૂછપરછ કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More