Home> India
Advertisement
Prev
Next

આ મદરેસાનું નામ છે ચાચા નહેરુ, એક જ રૂમમાં બાળકો પૂજા અને અદા કરે છે નમાજ

અલીગઢના એક મદરેસાએ દુનિયામાં હિન્દૂ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂર પાડ્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ અંસારીની પત્ની લસમા અંસારી તરફથી ચલાવવામાં આવતા ટ્રસ્ટ અંતર્ગત ચાલી રહેલા એક મદરેસામાં હિન્દૂ અને મુસ્લિમ બાળકો એક જ રૂમમાં પૂજા અને નમાજ અદા કરી રહ્યાં છે.

આ મદરેસાનું નામ છે ચાચા નહેરુ, એક જ રૂમમાં બાળકો પૂજા અને અદા કરે છે નમાજ

અરૂન કુમાર સિંહ, અલીગઢ: અલીગઢના એક મદરેસાએ દુનિયામાં હિન્દૂ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂર પાડ્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ અંસારીની પત્ની લસમા અંસારી તરફથી ચલાવવામાં આવતા ટ્રસ્ટ અંતર્ગત ચાલી રહેલા એક મદરેસામાં હિન્દૂ અને મુસ્લિમ બાળકો એક જ રૂમમાં પૂજા અને નમાજ અદા કરી રહ્યાં છે. આ મદરેસાનું નામ ચાચા નહેરુ મદરેસા છે.

fallbacks

વધુમાં વાંચો:- શાહે કહ્યું- ‘ઓવૈસી સાહેબ સાંભળવાની આદત પાડો,’ જવાબ મળ્યો- ‘મને ડર લાગે છે...’

ચાચા નહેરુ મદરેસામાં મંદિર અને મસ્જિદના નિર્માણ કરવાની જાહેરાત કરી વિરોધિઓના નિશાના પર આવેલા પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ હામિદ અંસારીની પત્ની સલમા અંસારીએ કોઇની ચિંતા કર્યા વગર બાળકો માટે પૂજા સ્થાન નક્કી કર્યું છે. રૂમમાં એક તરફ હિન્દૂ બાળકો માટે સરસ્વતીની મૂર્તિની સાથે ભગવાન હનુમાન અને ભગવાન શિવનો ફોટો મુકવામાં આવી છે. તો બીજી તરફના ભાગમાં મુસ્લિમ બાળકો કૂરાન પઢે છે. જ્યાં સુધી મદરેસા કેમ્પસમાં મંદિર-મસ્જિદનું નિર્માણ નહીં થયા ત્યાં સુધી બાળકો આ એક જ રૂમમાં પૂજા કરશે અને નમાજ અદા કરશે.

વધુમાં વાંચો:- સોલન દુર્ઘટના: સેનાના 13 જવાનો સહિત 14 લોકોના મોત, મુખ્યમંત્રીએ આપ્યાં તપાસના આદેશ

fallbacks

સલમા અંસારી અલીગઢમાં અલનૂર ચેરિટેબલ ટ્રસ્ટ અંતર્ગત ચાચા નહેરુ મદરેસા ચલાવી રહ્યાં છે. મદરેસામાં લગભગ 4 હજાર બાળકો છે. શનિવારે તેમણે મીડિયા સામે જાહેરાત કરી હતી કે, તેઓ મદરેસામાં મંદિર અને મસ્જિદનું નિર્માણ કરશે. મંદિર બનાવવાનો નિર્ણય હિન્દૂ બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કર્યો છે. મદરેસામાં મંદિર નિર્માણના સમાચાર મળતા જ લોકોએ ટિકાઓ શરૂ કરી દીધી હતી. સલમાએ કોઇની પણ ચિંતા કર્યા વગર મંદિર નિર્માણથી પહેલા હિન્દૂ બાળકો માટે પૂજાની વ્યવસ્થા કરી દીધી છે.

વધુમાં વાંચો:- બાલાકોટ હુમલાના 4 મહિના થવા છતાં પણ થર થર કાંપી રહ્યું છે પાકિસ્તાન, બચાવમાં કર્યું આ કામ 

જ્યારે ઝી ન્યૂઝ ચાચા નહેરુ મદરેસા પહોંચ્યું તો એક તરફ પૂજા, તો બીજી તરફ નમાજ અદા કરી રહ્યાં હતા. મદરેસામાં સાંપ્રદાયિક સૌહાર્દનો નજારો જોવા મળ્યો હતો. રૂમમાં એક તરફ હિન્દૂ બાળકો દીવો સળગાવી સરસ્વતીની પૂજા કરી રહ્યાં હતા. તો બીજી તરફ મુસ્લિમ બાળકો નમાજ અદા કરી રહ્યાં હતા. બાળકો પણ આ વ્યવસ્થાથી ખુશ જોવા મળ્યા હતા.

વધુમાં વાંચો:- બાબરી કેસ: જજે માગ્યો 6 મહિનાનો સમય, SCએ કહ્યું- ચુકાદા બાદ જ નિવૃતી

મદરેસાના પ્રિન્સિપાલ રાશિદે જણાવ્યું હતું કે, મદરેસાના એક રૂમમાં પૂજાની વ્યવસ્થા કરવામાં આવી છે. તો તે જ રૂમમાં મુસ્લિમ બાળકો નમાજ અદા કરે છે. જે વિરોધ કરી રહ્યાં છે, તેમનાથી કોઇ મતલબ નથી. અમારુ પોતનું મદરેસા છે. વિરોધ કરનારા લોકો નાતો ફંડિંગ કરે છે, ના બીજી કોઇ મદદ. તેમને વિરોધ કરવાનો કોઇ જ હક નથી.

જુઓ LIVE TV

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More