Home> India
Advertisement
Prev
Next

અમિત શાહના કાશ્મીર પર મહેબૂબા મુફ્તી પરેશાન, ટ્વીટ કરી આપી પ્રતિક્રિયા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસના કાશ્મીર પ્રવાસે પહોંચ્યા છે. તેમના પ્રવાસને લઈને પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ નિવેદન આપ્યું છે. 
 

અમિત શાહના કાશ્મીર પર મહેબૂબા મુફ્તી પરેશાન, ટ્વીટ કરી આપી પ્રતિક્રિયા

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે પહોંચેલા ગૃહમંત્રી અમિત શાહના આવવાથી ઘાટીના રાજકીય માહોલમાં ગરમી આવી છે. ગૃહમંત્રીએ બેઠકોનો દોર શરૂ કરી દીધો છે, અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ પણ કરવામાં આવી રહ્યો છે. પરંતુ પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીને આ પ્રવાસથી કોઈ આશા નથી. તેમની નજરમાં માત્ર બધુ સામાન્ય દેખાડવાનું નાટક ચાલી રહ્યું છે, પરંતુ વાસ્તવિકતા તેનાથી ઘણી અલગ છે. 

fallbacks

મુફ્તીએ કર્યુ ટ્વીટ
મહેબૂબા મુફ્તીએ કહ્યું કે શાહના પ્રવાસ પહેલા 700 સિવિલિયનને ડિટેન કરવામાં આવ્યા. ઘમા અપરાધિોને કાશ્મીરની બહારની જેલોમાં શિફ્ટ કરવામાં આવ્યા. આવા પગલાં તણાવ વધારવાનું કામ કરે છે. બધુ સામાન્ય દેખાડવાનો પ્રયાસ સતત થઈ રહ્યો છે, પરંતુ હકીકતને દબાવવાનું બધા ઈચ્છે છે. 

370 હટાવ્યા બાદથી મુશ્કેલીઃ મુફ્તી
તો જે વિકાસ કાર્યોને અમિત શાહે લીલી ઝંડી દેખાડી છે તેના પર મુફ્તીએ કટાક્ષ ક્યો છે.  તેમની નજરમાં મોટા ભાગના પ્રોજેક્ટ તે છે જેનું કામ યૂપીએ કાર્યકાળ દરમિયાન શરૂ થઈ ચુક્યુ હતું. તે કહે છે કે ગૃહમંત્રી શ્રીનગરથી આંતરરાષ્ટ્રીય ઉડાનોનું ઉદ્ઘાટન કરે છે, નવી મેડિકલ કોલેજોનો પાયો પણ રાખે છે. પરંતુ સત્ય છે કે અડધાથી વધુ મેડિકલ કોલેજને લઈને સેન્શન કોંગ્રેસ સરકાર દરમિયાન કરવામાં આવ્યું હતું. 370 હટ્યા બાદ તો માત્ર મુશ્કેલી વધી છે. જમ્મુ-કાશ્મીરને અરાજકતા તરફ ધકેલી દીધુ છે. 

આ પણ વાંચોઃ ફૈઝાબાદ જંક્શનનું નામ થશે અયોધ્યા કેન્ટ રેલવે સ્ટેશન, CM યોગી આદિત્યનાથે આપી મંજૂરી

આ સિવાય મુફ્તી તરફથી અમિત શાહને સૂચન કરવામાં આવ્યું છે. તેમના પ્રમાણે જો સમય રહેતા કેટલાક કેદીઓને જેલમાંથી છોડવામાં આવ્યા હોત, જો લોકોને હેરાન કરવાનું બંધ કરવામાં આવ્યું હોત, તો અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાનું કામ યોગ્ય અંદાજમાં થાત. તો લોકોને ખરેખર રાહત મળત અને ઘાટીમાં વિકાસ થયો હોત.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More