નવી દિલ્હીઃ ગૃહ મંત્રી અમિત શાહ (Amit shah) એ રવિવારે તમિલનાડુ (Tamilnadu) ના વિલિપુરમમાં વિજય સંકલ્પ યાત્રા રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીએ ડીએમકે અને કોંગ્રેસ પર નિશાન સાધ્યુ હતું. તેમણે કહ્યું કે, આવનારી ચૂંટણીમાં એક તરફ ભાજપ અને AIADMK નું ગઠબંધન છે, જે રામચંદ્રન, જયલલિતા અને ભાજપના સિદ્ધાંતો પર ચાલશે. બીજીતરફ ડીએમકે અને કોંગ્રેસનું ગઠબંધન છે જે વંશવાદ પરંપરામાં વિશ્વાસ રાખે છે.
તેમણે કહ્યું કે, 2જી, 3જી, 4જી બધા તમિલનાડુમાં છે. 2જી મારન પરિવારની 2 પેઢીઓ, 3જી- કરૂણાનિથિ પરિવારની ત્રણ પેઢીઓ, 4જી ગાંધી પરિવારની 4 પેઢીઓ. તે પણ તમિલનાડુમાં આપણે મળે છે. તેમણે કહ્યું કે, સોનિયા ગાંધીને રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી બનાવવાની ચિંતા છે અને સ્ટાલિન જીને ઉદયનિધિને મુખ્યમંત્રી બનાવવાની ચિંતા છે. તેને ન દેશની ચિંતા છે ન તમિલનાડુની. તેમને બસ પોતાના પરિવારની ચિંતા છે.
આ પણ વાંચોઃ Bengal Election: બંગાળની ધરતી પર CM મમતા પર શિવરાજનો હુમલો, કહ્યું- 'દો મઈ, દીદી ગઈ'
તેમણે કહ્યું કે છેલ્લા સાડા છ વર્ષમાં દેશમાં લગભગ દરેક વ્યક્તિને મકાન આપવાની નજીક છીએ. 2022માં કોઈપણ એવો વ્યક્તિ હશે નહીં જેની પાસે પાકુ પોતાનું મકાન નહીં હોય. 60-70 વર્ષમાં જે કામ કોંગ્રેસ કરી શકી નહીં તે કામ ભાજપે 6 વર્ષમાં કરી દેખાડ્યું છે.
પુડુચેરીમાં પણ શાહનો ચૂંટણી પ્રચાર
જનસભાને સંબોધતા અમિત શાહે (Amit Shah) કહ્યું કે 'મારા રાજનીતિક અનુભવના આધારે કહુ છું કે આગામી ચૂંટણીમાં પુડ્ડુચેરીમાં ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકાર બનવા જઈ રહી છે.' તેમણે કહ્યું કે 'આ પુડ્ડુચેરીની જમીન ખુબ પવિત્ર ભૂમિ છે. અહીં અનેકવાર મહાકવિ સુબ્રમણ્યમ ભારતીએ અનેકવાર લાંબા સમય સુધી રોકાણ કર્યું અને શ્રી અરવિંદોએ જ્યારે આધ્યાત્મિક યાત્રા શરૂ કરી તો પુડ્ડુચેરીને જ પસંદ કરીને પોતાની આગળની જીવન યાત્રાને આ સ્થળ પરથી આગળ વધારી.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે