Home> India
Advertisement
Prev
Next

Amit Shah ની સાદગીએ જીત્યા દિલ: સરહદે પાસે રહેનારા આ વ્યક્તિને પોતાનો નંબર આપી કહ્યું- જ્યારે ઈચ્છો ત્યારે કરજો ફોન

ગૃહમંત્રી અમિત શાહ તેમના જમ્મુ અને કાશ્મીર પ્રવાસ દરમિયાન સ્થાનિક લોકોની નીકટ આવતા જોવા મળ્યા. ત્રણ દિવસના પ્રવાસના બીજા દિવસે શાહ આ કેન્દ્રશાસિત પ્રદેશની શિયાળુ રાજધાની પહોંચ્યા.

Amit Shah ની સાદગીએ જીત્યા દિલ: સરહદે પાસે રહેનારા આ વ્યક્તિને પોતાનો નંબર આપી કહ્યું- જ્યારે ઈચ્છો ત્યારે કરજો ફોન

જમ્મુ: ગૃહમંત્રી અમિત શાહ તેમના જમ્મુ અને કાશ્મીર પ્રવાસ દરમિયાન સ્થાનિક લોકોની નીકટ આવતા જોવા મળ્યા. ત્રણ દિવસના પ્રવાસના બીજા દિવસે શાહ આ કેન્દ્રશાસિત પ્રદેશની શિયાળુ રાજધાની પહોંચ્યા. રવિવારે સાંજે તેઓ આરએસપુરા સેક્ટરમાં ભારત-પાકિસ્તાન સરહદે પણ ગયા. જમ્મુ નજીકના મકવાલમાં તેમણે બીએસએફ પોસ્ટ પર જઈને જવાનો સાથે વાતચીત કરી અને ત્યાંના સ્થાનિકો સાથે સમય પસાર કર્યો. 

fallbacks

શાહે ખાટલે બેસી કરી વાત
ગૃહમંત્રી અમિત શાહે મકવાલમાં એક સ્થાનિક નાગરિકનો નંબર પોતાના ફોનમાં સેવ કર્યો. એટલું જ નહીં તેમણે પોતાનો નંબર પણ આપ્યો અને કહ્યું કે તેમને જ્યારે પણ જરૂરી લાગે ત્યારે તેઓ ફોન કરી શકે છે. અમિત શાહે લોકો સાથે ચા પીધી અને લોકો  સાથે ઘણીવાર સુધી ખાટલે બેસી એકદમ સહજ અંદાજમાં વાતચીત કરી. 

આતંકવાદનો સફાયો છે હેતુ
આ અગાઉ જમ્મુના ભગવતી નગરમાં એક જનસભાને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે સરકારનો હેતુ જમ્મુ અને કાશ્મીરમાંથી આતંકવાદનો સફાયો કરવાનો અને નાગરિકોની હત્યાઓ પર રોક લગાવવાનો છે. તેમણે કહ્યું કે કોઈને પણ આ કેન્દ્રશાસિત પ્રદેશમાં શાંતિ અને વિકાસમાં વિધ્ન પાડવા દેવામાં નહીં આવે. તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં 12000 કરોડ રૂપિયાનું રોકાણ થઈ ચૂક્યું છે અને સરકારનો હેતુ 2022ના અંત સુધીમાં કુલ 51,000 કરોડ રૂપિયાનું રોકાણ લાવવાનો છે. 

યુવાઓને 5 લાખ નોકરી મળશે
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કેન્દ્ર સરકારના પ્રયત્નોના કારણે સ્થાનિક યુવાઓને પાંચ લાખ નોકરીઓ મળશે. અત્રે જણાવવાનું કે પાંચ ઓગસ્ટ 2019ના રોજ રાજ્યનો વિશેષ દરજ્જો સમાપ્ત કરીને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભાગલા પાડવાના કેન્દ્રના નિર્ણય બાદ અમિત શાહ પહેલીવાર જમ્મુ કાશ્મીર પહોંચ્યા છે. શાહની કોશિશ સ્થાનિકો સાથે સંવાદ પર ભાર મૂકવાની છે અને લોકોના મનમાંથી ભય દૂર કરવાની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More