નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તબલીગી જમાત સંલગ્ન ઈન્ડોનેશિયાના લગભગ 800 લોકોને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ વિઝા નિયમોના ભંગ બદલ તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. આ સાથે જ અન્ય લગભગ 250 વિદેશીઓને બ્લેકલિસ્ટ કરવાની સાથે તેમના વિઝા પણ રદ કરવામાં આવશે. આ તમામ દક્ષિણ દિલ્હી સ્થિત નિઝામુદ્દીન વિસ્તારમાં હાલમાં જ આયોજિત એક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવ્યાં હતાં. તેમાંથી અનેક લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા અને ત્યારબાદ તેમણે બીજાના જીવ પણ જોખમમાં મૂક્યાં.
Nizamuddin Corona Case:તબલીગી જમાતના લોકો અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો
એટલું જ નહીં તબલીગી જમાતના કાર્યક્રમમાં દેશના પાંચ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતાં. તપાસ એજન્સીઓને શક છે કે કાશ્મીરમાં 65 વર્ષના જે વ્યક્તિનું કોરોનાથી મોત થયું તેઓ પણ તબલીગી જમાતના કાર્યક્રમમાં સામેલ થયા હતા. જમ્મુ અને કાશ્મીર, તેલંગણા, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ અને દિલ્હીના લોકો સામેલ થયા હતાં. આ તમામ દ્વારા કોરોના વાયરસ ફેલાવવાનો મોટો ખતરો છે. તામિલનાડુથી 1500 લોકો સામેલ થયા હતાં. લગભગ 200 લોકો તેલંગાણા અને કાશ્મીરથી પણ અનેક લોકો સામેલ થયા હતાં.
કોરોના વાયરસના સંક્રમણના મામલાઓને લઈને કેન્દ્ર સરકાર ચિંતિત છે. નિઝામુદ્દીન વિસ્તારના મામલાને દેશ માટે મોટો પડકાર માની રહી છે. હાલાતની સમીક્ષા કરવા માટે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની બેઠક થઈ રહી છે. દિલ્હી સરકાર પણ આ મુદ્દે ગંભીર છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર હાઈ લેવલ મીટિંગ થઈ છે. સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન સહિત વરિષ્ઠ અધિકારીઓ હાજર છે.
કોવિડ-19: ભારતમાં કોરોના વાયરસ હજુ બીજા સ્ટેજમાં, એક વ્યક્તિની ભૂલ પડી શકે છે ખુબ ભારે
આ બધા વચ્ચે સત્યેન્દ્ર જૈને કહ્યું કે નિઝામુદ્દીનમાં આયોજકોએ ખોટું કામ કર્યું. તેમણે ઘોર અપરાધની શ્રેણીનું કામ કર્યું છે. દિલ્હીમાં ડિઝાસ્ટર એક્ટ લાગુ હતો. તેમના વિરુદ્ધ કાર્યવાહી થશે. તેમણે એમ પણ કહ્યું કે આ કાર્યક્રમ સંલગ્ન 24 લોકો અત્યાર સુધી કોરોના પોઝિટિવ મળી આવ્યાં ચે. 1033 લોકોને આઈસોલેટ કરાયા છે. 334 લોકો હોસ્પિટલમાં છે. લગભગ 700 લોકો ક્વોરન્ટાઈન કરાયેલા છે.
યુપીના સીએમ યોગી આદિત્યનાથે બોલાવી ઈમજન્સી બેઠક
તબલીગી જમાતના કાર્યક્રમમાં દેશભરથી લોકોના ભાગ લીધો હોવાના કારણે ખળભળાટ મચ્યો છે. રાજ્ય સરકારો સક્રિય થઈ ગઈ છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે લખનઉમાં ઈમરજન્સી બેઠક બોલાવી છે. તેમણએ પોતાના આજના તમામ પ્રવાસ રદ કર્યા છે. તેઓ સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરશે. તેઓ ગાઝિયાબાદથી સીધા લખનઉ જશે. તબલીગી જમાતના કાર્યક્રમમાં યુપીથી પણ લોકો ગયા હતાં. આસામના નાણામંત્રી હેમંતા બિસ્વ સરમાએ ટ્વીટ કરીને કહ્યું કે જો આસામના કોઈ નાગરિકે તબલીગી જમાતના કાર્યક્રમમાં ભાગ લીધો હોય તો તેઓ તત્કાળ નજીકના સરકારી હોસ્પિટલમાં આ અંગે સૂચના આપે કે હેલ્પલાઈન પર ફોન કરે.
જુઓ LIVE TV
મરકઝ બલ્ડિંગને હાલ સીલ કરાઈ છે. દક્ષિણ દિલ્હી નગર નિગમની સ્થાયી સમિતિના ડેપ્યુટી ચેરમેન રાજપાલ સિંહે આદેશ બહાર પાડતા કહ્યું કે નિઝામુદ્દીન મરકઝ બલ્ડિંગમાં 1200 લોકો ભેગા થયા હતાં. તેમાંથી કેટલાક લોકો કોરોના પીડિત હતાં. તેમના વિરુદ્ધ દિલ્હી સરકારે એફઆઈઆર દાખલ કરવાના આદેશ આપ્યા છે. આ બિલ્ડિંગને જલદી સીલ કરવાના આદેશ આપવામાં આવે. જેથી કરીને ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરીથી ન થઈ શકે. બિલ્ડિંગ પર તરત કાર્યવાહી થાય. બિલ્ડિંગમાં કરાયેલા ગેરકાયદેસર બાંધકામ માટે પણ પોલીસ કાર્યવાહી થાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે