Home> India
Advertisement
Prev
Next

UP અને મહારાષ્ટ્રમાં બે ગમખ્વાર રોડ અકસ્માતમાં 11 લોકોના મોત, અનેક ઘાયલ

ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં ગુરુવારે એક ભીષણ રોડ અકસ્માતમાં પાંચ લોકોના દર્દનાક મોત થયા છે. જ્યારે મહારાષ્ટ્રના સતારા નજીક પુણે-બેંગ્લુરુ નેશનલ હાઈવે પર થયેલા અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે.

UP અને મહારાષ્ટ્રમાં બે ગમખ્વાર રોડ અકસ્માતમાં 11 લોકોના મોત, અનેક ઘાયલ

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં ગુરુવારે એક ભીષણ રોડ અકસ્માતમાં પાંચ લોકોના દર્દનાક મોત થયા છે. જ્યારે મહારાષ્ટ્રના સતારા નજીક પુણે-બેંગ્લુરુ નેશનલ હાઈવે પર થયેલા અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ હાપુડમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો. ઘટના હાફિસપુર પોલીસ સ્ટેશનની હદમાં સોના પેટ્રોલ પંપ પાસે ઘટી. અકસ્માત બાદ ચારે બાજુ ચીસાચીસ જોવા મળી હતી. અવાજ સાંભળીને આસપાસના લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યાં હતાં. અકસ્માતની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા. 

fallbacks

fallbacks

(હાપુડમાં રોડ અકસ્માતમાં 5ના મોત)

મળતી માહિતી મુજબ હાફિઝપુર  પોલીસ સ્ટેશનની હદના સોના પેટ્રોલ પંપ નજીક હાઈવે-9 પર એક ટ્રક ઊભો હતો. ત્યારે જ મુરાદાબાદ તરફથી પૂરપાટ ઝડપે આવતી કાર ઊભેલા ટ્રક સાથે ધડાકાભેર ભટકાઈ અકસ્માત એટલો ભયંકર હતો કે કાર ટ્રકની અંદર જ ઘૂસી ગઈ અને કારસવાર પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં. 

અન્ય એક અકસ્માત મહારાષ્ટ્રના સતારા નજીક પુણે-બેંગ્લુરુ નેશનલ હાઈવે પર સર્જાયો. જેમાં એક બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થઈ. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે જ્યારે 10 જેટલા લોકો ઘાયલ છે. અકસ્માત આજે વહેલી સવારે થયો. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More