Home> India
Advertisement
Prev
Next

Corona: ઘર પર આઇસોલેટ છો તો આ રીતે ચેક કરો Oxygen, સરકારે જાહેર કરી ગાઇડલાઇન

How to Check Oxygen Level: કોરોના દર્દી (COVID 19 Patient) ઘરે સાજા થઈ શકે છે. બસ કેટલીક વાતોનું ધ્યાન રાખવાની જરૂર છે. જેમાંથી એક છે ઘર પર ઓક્સિજન કઈ રીતે ચેક કરવું. 

Corona: ઘર પર આઇસોલેટ છો તો આ રીતે ચેક કરો Oxygen, સરકારે જાહેર કરી ગાઇડલાઇન

નવી દિલ્હીઃ COVID-19 દર્દીઓનું ઓક્સિજન લેવલ  (Oxygen Level) ટ્રેક કરવાની રીતે વિશે કેન્દ્રએ ગાઇડલાઇન જાહેર કરી છે. સાચી રીતે ઓક્સિજન ટ્રેક કરવાથી તે સ્પષ્ટ થઈ શકે છે કે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે કે નહીં. સરકારે આ ગાઇડલાઇન હોસ્પિટલમાં ઓક્સિજન કમીના અહેવાલો બાદ જારી કરી છે. 

fallbacks

ઘર પર આ રીતે ચેક કરો ઓક્સિજન
1. ઓક્સિમીટર (oximeter) થી ઓક્સિજન લેવલ ચેક કરતા પહેલા તમારી આંગળી પર નેઇલ પોલિશ ન હોવી જોઈએ. નખ સાફ હોવા જોઈએ. જો હાથ ઠંડા છે તો બન્ને હાથ ઘસીને પહેલા ગરમ કરો.

2. ઓક્સિજન માપતા પહેલા ઓછામાં ઓછા પાંચ મિનિટ માટે આરામ કરવો જોઈએ. 

3. દિલની તરફ છાતી પર પોતાનો હાથ રાખો. પછી ઓક્સિમીટર ઓન કરો અને ઓક્સિમીટરમાં મધ્ય  (middle) કે તર્જરી  (index finger) આંગળી રાખો. 

4. શરૂઆતમાં ઉતાર-ચઢાવ હોઈ શકે છે, તેથી ઓક્સિજન લેવલ સ્થિર થવાની રાહ જુઓ. જ્યાં સુધી રીડિંગ સ્થિર ન થાય ત્યાં સુધી ઓક્સિમીટરને ઓછામાં ઓછી એક મિનિટ કે તેનાથી વધુ સમય ઓન રાખો. 

5. દિવસમાં ચાર વખત નિયમિત અંતરે ઓક્સિજન લેવલ ચેક કરતા રહો કે દર ચાર-ચાર કલાકમાં. પ્રત્યેર રેકોર્ડિંગની નોંધ કરો. 

6. ઓક્સિજન લેવલ ઠીક રહે તે માટે ઘર પર 4-5 ઓશિકાના સહારે ઉંધા સુઈ શ્વાસ લો. કોરોના દર્દીઓ માટે ઓક્સિજનનું સ્તર મહત્વનું છે, તે 94થી નીચે ન હોવું જોઈએ. 

7. કોરોના દર્દીઓએ 6 મિનિટનો વોક ટેસ્ટ કરવો જોઈએ. એટલે કે રૂમની અંદર છ મિનિટ પહેલા ચાલો અને પછી ઓક્સિજન ચેક કરો. જો તેમાં ચાર ટકાથી વધુ ચઢાવ-ઉતાર થાય તો ડોક્ટરોની સલાહ પર હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે. 

Corona દર્દીઓની સંભાળ રાખવા અંગે દેશના સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ આપ્યા સૂચનો, તમે પણ જાણો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More