મુંબઈ: નાગપાડાના સ્ટી સેન્ટર મોલમાં લાગેલી આગ 12 કલાક બાદ પણ કાબૂમાં આવી નથી. આગ ઓલવવા માટે ફાયર વિભાગના લગભગ 250 અધિકારીઓ અને જવાનો કામે લાગ્યા છે. હાલાત બેકાબૂ જોતા મુંબઈ ફાયર બ્રિગેડે તેને બ્રિગેડ કોલ ડિક્લેર કરી લીધી છે.
લેહને ચીનમાં બતાવતું હતું ટ્વિટર, ભારત સરકારે સીઈઓ Jack dorseyને આપી કડક ચેતવણી
હાઉસિંગ સોસાયટીમાંથી 35 લોકોને બહાર કાઢવામાં આવ્યા
મળતી માહતી મુજબ મોલમાં આગની સાથે કાળો ધૂમાડો પણ નીકળી રહ્યો છે. જેના કારણે આસપાસની હાઉસિંગ સોસાયટીઓમાં રહેતા લોકોને શ્વાસની મુશ્કેલી થઈ રહી છે. હાલાત પર કાબૂ મેળવવા માટે પોલીસ અને પ્રશાસને મોલ નજીક આવેલી 55 માળની ઓર્કિડ એન્કલેવ ઈમારતને ખાલી કરાવી દીધી છે. આ બિલ્ડિંગમાં રહેતા લગભગ 3500 લોકોને ઘરમાંથી બહાર કાઢીને સુરક્ષિત સ્થળો પર લઈ જવાયા છે.
ગુરુવારે રાતે લાગી હતી આગ
અત્રે જણાવવાનું કે ગુરુવારે રાતે 9 વાગે મોલમાં આવેલી એક મોબાઈલ શોપમાં આગ લાગી હતી. આગ ધીરે ધીરે આખા મોલમાં ફેલાઈ ગઈ. મોલમાં વેન્ટિલેશનની પૂરતી સુવિધા ન હોવાના કારણે ચારેબાજુ ધૂમાડો ભરાઈ ગયો. જે સમયે મોલમાં આગ લાગી તે વખતે ત્યાં 300 જેટલા લોકો હજાર હતાં. મુંબઈ પોલીસ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓએ મોલના કાચ તોડીને ઈમરજન્સી દરવાજા દ્વારા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતાં.
એજાઝ ખાનનો પંડિતોને 'ગાળો' બોલતો VIDEO વાયરલ, લોકોમાં આક્રોશ, ધરપકડની માગણી
પેટ્રોલિંગ કંપનીઓ પાસે મદદ મંગાઈ
મોલમાં લાગેલી આગ બૂઝાવવા માટે આસપાસના ફાયર સ્ટેશનની ડઝનો જેટલી ગાડીઓ કામે લાગી છે. ત્યારબાદ પણ આગ ન બૂઝાતા ફાયર ડિપાર્ટમેન્ટે હવે તેને બ્રિગેડ કોલ ડિક્લેર કરી છે. તેનો અર્થ એ છે કે આગ એટલી ભયંકર છે કે ફાયર વિભાગના કાબૂ બહાર છે અને વિભાગે આગને પહોંચી વળવા માટે એક્સપર્ટ પેટ્રોલિયમ કંપનીઓ HPCL, BPCL, BPT પાસે મદદ માંગવામાં આવી છે. મોલમાં લાગેલી આ આગને બૂઝાવવા દરમિયાન બે ફાયરકર્મી પણ ઘાયલ થયા જેમને જેજે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે