Home> India
Advertisement
Prev
Next

Bengal SSC scam: અર્પિતા મુખર્જીના ફ્લેટમાંથી મળ્યા કરોડો રૂપિયા, ગણવા માટે ઈડીએ મશીનો મંગાવ્યા

ઈડીના અધિકારીઓએ મંત્રી પાર્થ ચેટર્જીની વિશ્વાસુ અર્પિતા મુખર્જીના આવાસ પર બુધવારે દરોડા પાડ્યા હતા. મુખર્જીના ઘર પર આ પહેલાં 21 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. 

Bengal SSC scam: અર્પિતા મુખર્જીના ફ્લેટમાંથી મળ્યા કરોડો રૂપિયા, ગણવા માટે ઈડીએ મશીનો મંગાવ્યા

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં સ્કૂલ ભરતી કૌભાંડના મામલામાં કેન્દ્રીય એજન્સી ઈડીની કાર્યવાહી ચાલી રહી છે. બુધવારે ઈન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટના અધિકારીઓએ મંત્રી પાર્થ ચેટર્જીની નજીકની અર્પિતા મુખર્જીના કોલકત્તાના બેલધરિયા સ્થિત ફ્લેટ પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન મોટી માત્રામાં રોકડ રકમ મળી આવી છે. એજન્સીએ પૈસા ગણવા માટે મશીનો મંગાવવા પડ્યા હતા. તો પાંચ બેન્ક અધિકારીઓને પણ નોટો ગણવા માટે બોલાવ્યા છે. સૂત્રોએ રાત્રે 9.30 કલાકે જણાવ્યું કે 15 કરોડથી વધુ રૂપિયા મળ્યા છે. હજુ નોટોની ગણતરી કરવામાં આવી રહી છે. 

fallbacks

સૂત્રોએ જણાવ્યું કે ત્રણ કિલો સોનું, સિલ્વર કોઈન અને પ્રોપર્ટીના દસ્તાવેજ પણ મળી આવ્યા છે. અર્પિતા મુખર્જી હાલ ઈડીની કસ્ટડીમાં છે. તેની પાછલા દિવસોમાં લાંબી પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી. ઈડીએ 22 જુલાઈએ મુખર્જીને ત્યાં દરોડા પાડી 21 કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા. બાદમાં લાંબી પૂછપરછ કરી પાર્થ ચેટર્જીની પણ ધરપકડ કરવામાં આવી હતી. 

ડાયરીથી ખુલશે રહસ્ય
આ પહેલા અર્પિતા મુખર્જીની પાસેથી બે ડાયરી જપ્ત કરવામાં આવી હતી. સૂત્રો પ્રમાણે તેમાં એક ડાયરીમાં અર્પિતા મુખર્જી પોતાના બેન્ક ખાતામાં જે રોકડ જમા કરતી હતી તેની જાણકારી છે. ઈડી જાણવા ઈચ્છે છે કે આ રૂપિયા અર્પિતા મુખર્જીની પાસે ક્યાંથી આવે છે. આ ડાયરીમાં અનેક વાર અલગ-અલગ બેન્કોમાં રોકડ જમા કરાવવાની વિગત છે. આ રૂપિયા લાખોમાં છે. 

આ પણ વાંચોઃ PM મોદીએ પૂછ્યુ, 'હું કોણ છું?', પાંચ વર્ષની દીકરી બોલી- 'તમે મોદીજી છો અને ટીવી પર દરરોજ આવો છો'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More