Home> India
Advertisement
Prev
Next

શરમજનક! પત્ની મા બની ના શકતાં પતિએ પ્રાઈવેટ પાર્ટ પર બ્લેડો મારી, છાતીના ભાગ સાથે એવું કર્યું કે.....

હુમલા બાદ મહિલા લોહીલુહાણ થઈ ગઈ હતી. તેણીની ચીસો સાંભળીને સાસુ અને સસરા રૂમમાં પહોંચ્યા અને પુત્રવધૂની હાલત જોઈને તેમના પણ હોશ ઉડી ગયા હતા. દરમિયાન તક મળતાં જ આરોપી પતિ રવીન્દ્ર ઘરમાંથી ભાગી ગયો હતો.

શરમજનક! પત્ની મા બની ના શકતાં પતિએ પ્રાઈવેટ પાર્ટ પર બ્લેડો મારી, છાતીના ભાગ સાથે એવું કર્યું કે.....

નવી દિલ્હી: યુપીના લખનઉમાં હૃદયને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક યુવકે પોતાની પત્નીના પ્રાઈવેટ પાર્ટને બ્લેડથી કાપી નાખ્યો છે. આ સાથે તેણે પત્નીની છાતી પર બ્લેડના અનેક ઘા પણ કર્યા હતા. પતિ એટલો ગુસ્સામાં હતો કે, પત્નીને લોહીલુહાણ હાલતમાં છોડીને ભાગી ગયો હતો. ગંભીર રીતે ઘાયલ મહિલાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસ આરોપી પતિને શોધી રહી છે.

fallbacks

વાસ્તવમાં આ ઘટના ગોસાઈગંજ વિસ્તારમાં રહેતી એક મહિલા સાથે બની હતી. મહિલાના લગ્ન 6 વર્ષ પહેલાં રવિન્દ્ર નામના યુવક સાથે થયા હતા. લગ્નના આટલા વર્ષો પછી પણ તેમને કોઈ સંતાન નહોતું. મહિલા માતા બની શકતી ન હોવાના કારણે પતિ રવિન્દ્ર તેની સાથે અવારનવાર ઝઘડા કરતો હતો. બંને વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો હતો કે પત્ની છેલ્લા 8 મહિનાથી પતિથી અલગ રહેતી હતી.

આ પણ વાંચો: સ્ટોક ક્લિયરન્સ ઓફર! માત્ર 350 રૂપિયામાં લઇ જાવ Samsung નો ફોન
આ પણ વાંચો: ALERT! 31 ડિસેમ્બર બાદ આ 49 સ્માર્ટફોનમાં WhatsApp થઈ જશે બંધ, તમારો ફોન તો નથી ને!
આ પણ વાંચો: Kiara થી માંડીને Shanaya સુધી, ન્યૂ ઇયર પર કોપી કરો આ બોલીવુડ હસીનાઓનો લુક

રવિન્દ્ર 25મી ડિસેમ્બર ક્રિસમસના દિવસે સાસરે ગયો હતો અને તેની પત્ની સાથે લખનૌ પાછો ફર્યો હતો. ઘરે આવ્યા બાદ તેને તેની પત્ની સાથે અકુદરતી સંબંધ બાંધ્યો હતો. મહિલાનું કહેવું છે કે અચાનક પતિને ખબર ન પડી કે શું થયું અને તેણે મારા પ્રાઈવેટ પાર્ટ પર બ્લેડ વડે હુમલો કર્યો. છાતી પર પણ ઘણી વખત બ્લેડ મારી હતી.

સાસુ અને સસરા તેને હોસ્પિટલ લઈ ગયા
હુમલા બાદ મહિલા લોહીલુહાણ થઈ ગઈ હતી. તેણીની ચીસો સાંભળીને સાસુ અને સસરા રૂમમાં પહોંચ્યા અને પુત્રવધૂની હાલત જોઈને તેમના પણ હોશ ઉડી ગયા હતા. દરમિયાન તક મળતાં જ આરોપી પતિ રવીન્દ્ર ઘરમાંથી ભાગી ગયો હતો. સાસુ અને સસરા ગંભીર હાલતમાં પુત્રવધૂને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં તેની સારવાર ચાલી રહી છે. ઘટનાની માહિતી મળતાં જ મોહનલાલગંજ પોલીસ સ્ટેશન પણ હોસ્પિટલ પહોંચી હતી અને સંપૂર્ણ માહિતી લીધી હતી. આરોપી પતિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને હવે પોલીસ તેને શોધી રહી છે.

આ પણ વાંચો: આ સ્ટારકિડ્સની બોલ્ડનેસની બોલબાલા, ફોટો જોઇ ફેન્સ થયા પાણી પાણી!
આ પણ વાંચો: ટિકિટ કેન્સલ કર્યા વિના પણ રિઝર્વેશનની તારીખોમાં કરી શકો છો ફેરફાર, જાણો રીત
આ પણ વાંચો: પાર્ટીમાં ન્યાસાના બોલ્ડ લુકનો વિડીયો થયો લીક, ટલ્લી જોઇ ટ્રોલ કરવા લાગ્યા ફેન્સ

પોલીસનું કહેવું છે કે....
એડીસીપી સાઉથ મનીષા સિંહે મહિલા સાથેની ઘટના પર કહ્યું કે પતિએ બ્લેડ વડે પ્રાઈવેટ પાર્ટને નુકસાન પહોંચાડ્યું હતું. મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેના પરિવારજનોની ફરિયાદના આધારે આરોપી પતિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ પતિ રવિન્દ્રની શોધમાં વ્યસ્ત છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More