Home> India
Advertisement
Prev
Next

પતિએ ખેતરની ચોંકી કરી અને પરિણીતા પર ખેતરમાં થયો બળાત્કાર, દોઢ મહિના પહેલાં કર્યા હતા લવમેરેજ

યુપીના મુરાદાબાદમાં દોઢ મહિના પહેલાં પ્રેમ લગ્ન કરનાર નવપરિણીત મહિલાએ હવે તેના પતિ પર તેના મિત્રો પર ગેંગરેપ કરવાનો આરોપ લગાવ્યો છે. ફરિયાદ પર શુક્રવારે સાસરિયાં અને મિત્રો સહિત 11 વિરુદ્ધ FIR લખવામાં આવી છે.

પતિએ ખેતરની ચોંકી કરી અને પરિણીતા પર ખેતરમાં થયો બળાત્કાર, દોઢ મહિના પહેલાં કર્યા હતા લવમેરેજ

ઝી ન્યૂઝ/નવી દિલ્હી: કેટલીકવાર એવા સમાચાર આવે છે કે તમને આ સાંભળીને આંચકો લાગશે. યુપીના મુરાદાબાદમાં દોઢ મહિના પહેલાં પ્રેમ લગ્ન કરનાર નવપરિણીત મહિલાએ હવે તેના પતિ પર તેના મિત્રો પર ગેંગરેપ કરવાનો આરોપ લગાવ્યો છે. ફરિયાદ પર શુક્રવારે સાસરિયાં અને મિત્રો સહિત 11 વિરુદ્ધ FIR લખવામાં આવી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

fallbacks

એપ્રિલમાં આ 4 રાશિવાળાનું ભાગ્ય ડગુમગુ થશે, નોકરી-બિઝનેસમાં ભારે નુકસાનના એંધાણ

પીડિતાએ પોલીસને જણાવ્યું કે તેણે 15 ફેબ્રુઆરી 2023ના રોજ અન્ય સમુદાયના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આરોપ છે કે લગ્નના બે દિવસ બાદ તેના સાસરિયાનાં ઘરે તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આરોપ છે કે સાસરિયાંઓએ જાતિસૂચક શબ્દોનો ઉપયોગ કરીને તેનું અપમાન કર્યું હતું. પીડિતાએ પોલીસને ફોન કર્યો. સાસરિયાઓએ પોલીસની માફી માંગી અને તેને પોતાની સાથે રાખવા સંમત થયા. જે બાદ તે મુરાદાબાદ પરત ફરી હતી. મુરાદાબાદમાં ભાડાનું મકાન લઈને પતિ સાથે રહેવા લાગી.

રાતોરાત કાળા ભમ્મર થઈ જશે તમારા સફેદ વાળ, ઉંઘતા પહેલા માથામાં લગાવી દો આ 3 વસ્તું

આરોપ છે કે 22 માર્ચે તેમની તબિયત અચાનક બગડી હતી. દવા અપાવીશ તેમ કહી પતિ તેને સાથે લઈ ગયો હતો. આરોપ છે કે રસ્તામાં પતિએ પત્નીને કોલ્ડ ડ્રિંકમાં કંઈક પીવડાવી દીધું હતું. થોડા સમય પછી ભાનમાં આવતાં તેણે પોતાની જાતને ખેતરમાં જોઈ હતી. આરોપ છે કે ત્યાં ત્રણ યુવકોએ તેની સાથે ગેંગરેપ કર્યો હતો. 

મૂલાંક 3 અને 6 માટે છે ધનના યોગ , આજે આ રાશિના જાતકોને મળશે મોટો લાભ

આરોપ છે કે પતિ ખેતરની બહાર ઊભો હતો. ફરિયાદના આધારે પોલીસે પીડિતાના પતિ અને સાસરિયાઓ સહિત 11 લોકો વિરુદ્ધ FIR નોંધી છે. મુરાદાબાદ પોલીસનું કહેવું છે કે તપાસ ચાલી રહી છે. આ કેસમાં સંડોવાયેલાઓની ધરપકડ કરવામાં આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More