Home> India
Advertisement
Prev
Next

ઉલ્ટી ગંગા! દારૂના રવાડે ચડેલી પત્નીથી પતિ પરેશાન, કહ્યું- રોજ 3-4 પેગ પીને મારી સાથે બળજબરી કરે છે

સામાન્ય રીતે જોવા મળતું હોય છે કે ઘરમાં પતિની દારૂની લતથી પત્ની અને પરિવાર હેરાન પરેશાન હોય છે પરંતુ આ કેસમાં તો ઉલ્ટી ગંગા વહી રહી છે કારણ કે પત્નીની દારૂની લતથી પતિ હેરાન પરેશાન છે. દારૂના રવાડે ચડેલી પત્નીના કારસ્તાનોથી પતિ હેરાન પરેશાન થઈ ગયો છે.

ઉલ્ટી ગંગા! દારૂના રવાડે ચડેલી પત્નીથી પતિ પરેશાન, કહ્યું- રોજ 3-4 પેગ પીને મારી સાથે બળજબરી કરે છે

સામાન્ય રીતે જોવા મળતું હોય છે કે ઘરમાં પતિની દારૂની લતથી પત્ની અને પરિવાર હેરાન પરેશાન હોય છે પરંતુ આ કેસમાં તો ઉલ્ટી ગંગા વહી રહી છે કારણ કે પત્નીની દારૂની લતથી પતિ હેરાન પરેશાન છે. દારૂના રવાડે ચડેલી પત્નીના કારસ્તાનોથી પતિ હેરાન પરેશાન થઈ ગયો છે. મામલો એ હદે આગળ વધી ગયો કે સંબંધ તૂટવાના કગાર પર પહોંચી ગયો. યુપીના આગ્રાથી આવેલા આ કિસ્સાએ લોકોને હચમચાવી દીધા છે. પતિએ કન્સલ્ટિંગ સેન્ટરમાં જઈને ફરિયાદ કરી કે પત્ની રોજ ત્રણથી ચાર પેગ દારૂ પીધા બાદ મારી સાથે બળજબરી કરે છે અને દારૂ પીવા માટે પણ કહે છે. પત્નીની આ બધી હરકતોથી કંટાળીને તે પત્નીને પીયરે  મૂકી આવ્યો છે. 

fallbacks

મીડિયા રિપોર્ટ મુજબ આગ્રાનો પરિવાર  કન્સલ્ટિંગ સેન્ટર પહોંચ્યો. એક વ્યક્તિએ જ્યારે કાઉન્સિલરને કહ્યું કે તેની પત્ની દારૂબાજ છે, તે રોજ દારૂ પીવે છે અને તેની સાથે જબરદસ્તી પણ કરે છે. આટલું સાભળતા જ ત્યાં હાજર લોકો ચોંકી ગયા. યુવકે કહ્યું કે તેની પત્ની તેને પણ દારૂ પીવડાવે છે. પત્નીની રોજ રોજ દારૂ પીવાની આદતથી તે કંટાળી ગયો છે. જેના કારણે તે પત્નીને પીયરે મૂકી આવ્યો છે. પોલીસ ફરિયાદ પણ કરી છે. યુવક કાઉન્સિલર સાથે વાત કરી ર હ્યો હતો કે તે વખતે જ પત્ની તેના પતિ સાથે ઝઘડવા લાગી હતી. જેમ તેમ કરીને બંને વચ્ચે ઝઘડો પતાવવામાં આવ્યો. પતિનો આરોપ છે કે તેની પત્ની એક સમયે ત્રણથી ચાર પેગ પી જાય છે જ્યારે તેને દારૂ પીવું ગમતું નથી આમ છતાં તેની સાથે જબરદસ્તી કરવામાં આવે છે. 

કાઉન્સિલરે જણાવ્યું કે દારૂને લઈને પતિ પત્નીના ઝઘડાને ઉકેલવાની કોશિશ થઈ રહી છે. તેમણે જણાવ્યું કે કાઉન્સિલિંગ માટે મહિલાના પતિને રાજસ્થાનથી બોલાવવામાં આવ્યો છે. જ્યારે મહિલા સિકંદરાબાદની રહીશ છે. કાઉન્સિલરે કહ્યું કે બંનેને આગામી તારીખ આપવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More