Husband Wife Fight: દિલ્હીમાં રહેતા સૂરજે તેની પત્ની જ્યોતિ પર ગંભીર આરોપ લગાવ્યા છે. સૂરજનું કહેવું છે કે, જ્યોતિએ તેમની અને તેમની ત્રણ મહિનાની પુત્રીની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. સૂરજના કહેવા પ્રમાણે જ્યોતિ એક સીરીયલ દુલ્હન છે, જેણે અત્યાર સુધીમાં આઠથી વધુ વખત લગ્ન કર્યા છે અને તેના સાસરિયાઓ સામે બળાત્કારના ખોટા કેસ દાખલ કરવાનો ઈતિહાસ છે. સૂરજે મીડિયા સમક્ષ પોતાની આપબીતી સંભળાવી હતી. તેણે જણાવ્યું કે, લગ્ન બાદ જ્યોતિએ તેને માનસિક ત્રાસ આપ્યો અને તેને પરિવારથી સંપૂર્ણપણે અલગ કરી દીધો.
સૂરજે કહ્યું કે, "લગ્ન પછી તે મને સતત હેરાન કરતી હતી, મને માનસિક તણાવ આપતો હતો અને મને મારા પરિવાર સાથે વાત કરવા દેતી ન હતી. તેણે મારા દરેક સંબંધ તોડી નાખ્યા હતા." બાદમાં તેને જ્યોતિ વિશે ચોંકાવનારું સત્ય જાણવા મળ્યું. સૂરજે કહ્યું કે, "મને ખબર પડી કે તેણીએ મારાથી છુપાવ્યું હતું કે તેણીએ અગાઉ સાત-આઠ વખત લગ્ન કર્યા હતા."
'જે કરવાનું હતું, મેં કર્યુ બરાબર...' રોહિત શર્માની વાતચીતનો વીડિયો થયો વાયરલ
પત્ની કરતી હતી પરેશાન
સૂરજનો આરોપ છે કે, જ્યોતિ લોકોને પ્રેમની જાળમાં ફસાવે છે અને પછી થોડા મહિનામાં લગ્ન કરી લે છે. આ પછી તે તેના પતિને પરેશાન કરે છે જેથી તે તેને છોડી દે. સૂરજે કહ્યું કે, "તે લોકો પાસેથી બળજબરીથી રૂપિયા વસૂલે છે. લગ્ન પછી પરેશાન કરે છે અને જ્યારે પતિ છોડી દે છે, ત્યારે તે કોર્ટ દ્વારા પૈસા, કાયદાકીય ખર્ચ અથવા સમાધાનની માંગણી કરે છે."
DELHI - WOMAN POURS BOILING WATER MIXED WITH CHILLI POWDER ON HUSBAND WHILE HE'S SLEEPING, LOCKS HIM, TAKES HIS PHONE AWAY SO THAT HE GETS NO MEDICAL HELP
23 DAYS BUT THE WOMAN HAS NOT YET BEEN ARRESTED !!!
DELHI POLICE - ARREST JYOTI ALIAS KITTU
This woman Jyoti has earlier… pic.twitter.com/EEF63N2WEB
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) January 23, 2025
નવા વર્ષની રાત્રે ખતરનાક હુમલો
સૂરજે જણાવ્યું કે, નવા વર્ષની રાત્રે જ્યોતિએ તેનો જીવ લેવાનો પ્રયાસ કર્યો. તેણે કહ્યું કે, "હું સૂતો હતો. તેણે પાણીની એક ડોલ ઉકાળી, તેમાં લાલ મરચું પાવડર અને મીઠું ભેળવીને મારા પર ફેંકી દીધું. પછી તેણે મારો ફોન છીનવી લીધો, બહારથી દરવાજો બંધ કરી દીધો અને ભાગી ગઈ." વીડિયોમાં સૂરજની છાતી પર બળવાના નિશાન સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા.
દીકરીને બચાવવાનો સંઘર્ષ
સૂરજે જણાવ્યું કે, તે પોતાની રડતી દીકરીને બચાવવા માટે સંઘર્ષ કરતો રહ્યો. તેણે કહ્યું કે, "હું બહાર નીકળવાનો પ્રયત્ન કરતો રહ્યો. દરવાજો બહારથી બંધ હતો. મેં તેને ખોલવાની કોશિશ કરી, પણ તે ખુલ્યો નહીં. મારી પુત્રી પણ ત્યાં હતી અને તે રડવા લાગી. મેં મદદ માટે બૂમ પાડી, 'બચાવો! બચાવો!' પણ કોઈએ સાંભળ્યું નહીં." બાદમાં તેણે બારી જોઈ, તેને તોડી નાખી અને કોઈ પણ રીતે બહાર આવીને મદદ માંગી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે