Home> India
Advertisement
Prev
Next

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી નહીં લડે અશોક ગેહલોત, કહ્યું- સોનિયા ગાંધીની માફી માંગી લીધી

સોનિયા ગાંધી સાથે મુલાકાત કર્યાં બાદ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યુ કે હું કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડવાનો નથી. તેમણે કહ્યું કે રાજસ્થાનની ઘટના અંગે મેં સોનિયા ગાંધીની માફી માંગી છે. 

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી નહીં લડે અશોક ગેહલોત, કહ્યું- સોનિયા ગાંધીની માફી માંગી લીધી

નવી દિલ્હીઃ સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ અશોક ગેહલોતના તેવર નરમ પડી ગયા છે. મીટિંગ બાદ બહાર આવેલા અશોક ગેહલોતે કહ્યું કે મેં સોનિયા જીની રાજસ્થાનની ઘટનાને લઈને માફી માંગી લીધી છે. અશોક ગેહલોતે કહ્યું, કોંગ્રેસમાં મને છેલ્લા 50 વર્ષથી સન્માન મળી રહ્યું છે. હંમેશા મારા પર વિશ્વાસ કરી જવાબદારી આપવામાં આવી. ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધીથી લઈને આજ સુધી મારા પર વિશ્વાસ રાખવામાં આવ્યો. કોંગ્રેસના મહાસચિવથી લઈને ત્રીજીવાર મુખ્યમંત્રી બનવા સુધીની સફર હાઈકમાન્ડના આશીર્વાદથી રહી છે. આ સાથે ગેહલોતે કહ્યું કે હું કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડવાનો નથી. 

fallbacks

અશોક ગેહલોતે કહ્યુ કે રવિવારે જે ઘટના થઈ, તેણે મને હચમચાવી દીધો છે. તેમાં તે સંદેશ આપવામાં આવ્યો કે હું મુખ્યમંત્રી પદે રહેવા ઈચ્છુ છું. તેને લઈને મેં સોનિયા ગાંધીની માફી માંગી છે. અમારે ત્યાં એક લાઇનનો પ્રસ્તાવ પારિત કરવાનો તો પ્રસ્તાવ રહ્યો છે. દુર્ભાગ્યની વાત છે કે આ પ્રસ્તાવ પાસ થઈ શક્યો નહીં. હું તેને પાસ કરાવી શક્યો નહીં તો મુખ્યમંત્રી રહેતા હું તેને મારી ભૂલ માનું છું. રાજસ્થાનના મુખ્યમંત્રીએ કહ્યું કે દેશભરમાં મને લઈને ખોટો માહોલ બનાવવામાં આવ્યો. 

અધ્યક્ષ પદની ચૂંટણીને લઈને અશોક ગેહલોતે કહ્યુ કે જે થયું છે તે સ્થિતિમાં મેં નક્કી કર્યું છે કે હવે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડીશ નહીં. અશોક ગેહલોતના નિવેદનથી લાગી રહ્યું છે કે તેમની મુખ્યમંત્રીની ખુરશી પણ ખતરામાં છે. 10 જનપથ બહાર મીડિયાએ જ્યારે તેમને મુખ્યમંત્રી પદને લઈને પૂછ્યુ તો તેમણે કહ્યું કે તેનો નિર્ણય પણ સોનિયા ગાંધીએ લેવાનો છે. તેવામાં માનવામાં આવી રહ્યું છે કે અશોક ગેહલોતથી સોનિયા ગાંધીની નારાજગી યથાવત છે. નોંધનીય છે કે આજે સચિન પાયલટ પણ સોનિયા ગાંધીની મુલાકાત કરવાના છે. ત્યારબાદ રાજસ્થાનને લઈને કોઈ મોટો નિર્ણય થઈ શકે છે. 

અધ્યક્ષ ચૂંટણીની રેસમાં હવે બે નેતા- દિગ્વિજય અને થરૂર
વર્તમાન સ્થિતિમાં હવે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં દિગ્વિજય સિંહ અને શશિ થરૂર જોવા મળી રહ્યાં છે. જો અંતિમ સમયમાં કોઈ અન્યની એન્ટ્રી થાય તો અલગ વાત છે. દિગ્વિજય સિંહ અને શશિ થરૂર બંનેએ આવતીકાલે ઉમેદવારી નોંધાવવાની વાત કહી છે. તો દિગ્વિજય સિંહ અને શશિ થરૂરે મુલાકાત પણ કરી છે. તેવામાં તે વાતને લઈને પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ક્યાંક દિગ્વિજય સિંહના સમર્થનમાં શશિ થરૂર પોતાનું નામ પરત ન લઈ લે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More