Home> India
Advertisement
Prev
Next

Door to Door Ration Scheme: કેન્દ્રએ રોક લગાવી તો CM કેજરીવાલે પૂછ્યો સવાલ- 'હવે કઈ મંજૂરી લેવાની રહી ગઈ'

દિલ્હી (Delhi) ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) રાજધાનીમાં ઘરે ઘરે રાશન ઉપલબ્ધ કરાવાની યોજના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ને પૂછ્યું કે જો દિલ્હીમાં પિઝા અને બર્ગરની ડિલિવરી થઈ શકે તો ઘરે ઘરે રાશન કેમ ઉલબ્ધ ન કરાવી શકાય.

Door to Door Ration Scheme: કેન્દ્રએ રોક લગાવી તો CM કેજરીવાલે પૂછ્યો સવાલ- 'હવે કઈ મંજૂરી લેવાની રહી ગઈ'

નવી દિલ્હી: દિલ્હી (Delhi) ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) રાજધાનીમાં ઘરે ઘરે રાશન ઉપલબ્ધ કરાવાની યોજના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ને પૂછ્યું કે જો દિલ્હીમાં પિઝા અને બર્ગરની ડિલિવરી થઈ શકે તો ઘરે ઘરે રાશન કેમ ઉલબ્ધ ન કરાવી શકાય. પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલે એમ પણ પૂછ્યું કે કેન્દ્ર સરકાર આ સંકટકાળમાં એવા લોકો સામે પણ લડી રહી જે તેમના પોતાના છે. 

fallbacks

હવે કઈ મંજૂરી બાકી રહી ગઈ-કેજરીવાલ
કેજરીવાલે કહ્યું કે 'દેશમાં રાશન માફિયાના તાર ખુબ ઉપર સુધી પહોંચેલા છે. આજે 75 વર્ષમાં અત્યાર સુધી કોઈ સરકાર તેને ખતમ કરી શકી નથી. દિલ્હીમાં આ યોજના લાગુ થવાની હતી અને એક અઠવાડિયા પહેલા તેને ફગાવી દેવાઈ. અમે 5 વાર કેન્દ્ર સરકાર પાસે આ યોજનાની મંજૂરી લીધી છે. અમે નહતા ઈચ્છતા કે કેન્દ્ર  સાથે કોઈ ઝઘડો થાય એટલે મંજૂરી પણ લઈ લીધી. પહેલા તેમણે એ વાત પર આપત્તિ જતાવી કે આ સ્કીમનું નામ મુખ્યમંત્રી ઘર ઘર રાશન યોજના છે. સ્કીમથી મુખ્યમંત્રી શબ્દ હટાવવાની સાથે સાથે કેન્દ્રએ જે પણ કહ્યું તે બધુ પૂરું કર્યું છતાં આખરે કઈ મંજૂરી લેવાની હવે બાકી રહી ગઈ છે.'

70 લાખ લોકોને થશે 'ફાયદો'
કેજરીવાલે કહ્યું કે 'કોરોનાની ત્રીજી લહેરને જોતા આ યોજનાને કોઈ પણ કાળે લાગુ કરવી જોઈએ. આ યોજના અમે કોઈ ક્રેડિટ લેવા માટે નથી કરી રહ્યા. તમે તેને લાગુ કરો, હું પોતે કહીશ કે મોદીજીએ યોજના લાગુ કરી છે. આ સમય એકબીજાનો હાથ પકડવાનો છે, ઝઘડવાનો નથી. આ યોજના રાષ્ટ્રહિતમાં છે. જેનાથી 70 લાખ લોકોને લાભ મળશે.' સીએમ કેજરીવાલે એમ પણ કહ્યું કે રાશનની દુકાનો સુપર સ્પ્રેડરવાળી જગ્યા સાબિત થઈ શકે છે. આવામાં આ રોક લગાવવી યોગ્ય નથી. 

West Bengal માં મોટી ઉથલપાથલ, Suvendu Adhikari અને તેમના ભાઈ સામે FIR નોંધાઈ, જાણો શું છે આરોપ

'હાઈકોર્ટની બહાર ફસાયો પેંચ'
સીએમ કેજરીવાલે કહ્યું કે 'કેન્દ્રએ તર્ક આપ્યો છે કે રાશન દુકાનદારોએ આ યોજના વિરુદ્ધ હાઈકોર્ટમાં કેસ કરેલો છે. પરંતુ હાઈકોર્ટે તો સ્ટે સુદ્ધા લગાવવાની ના પાડી દીધી. કોર્ટમાં કેન્દ્રએ આ યોજના વિરુદ્ધ કોઈ આપત્તિ નથી ઉઠાવી. તો પછી કોર્ટ બહાર આખરે કેમ તેને રોકવામાં આવી રહી છે?'

Corona Update: 2 મહિનામાં સૌથી ઓછા નવા કેસ નોંધાયા, જાણો કોરોના લેટેસ્ટ અપડેટ

શું છે ઘર-ઘર રાશન યોજના?
દિલ્હી સરકારના જણાવ્યાં મુજબ આ યોજના હેઠળ, દરેક રાશન લાભાર્થીઓને 4 કિલો ઘઉનો લોટ, એક કિલો ચોખા અને ખાંડ તેમને ઘરે બેઠા મળશે. જ્યારે હાલમાં 4 કિલો ઘઉ, એક કિલો ચોખા અને ખાંડ રાશનની દુકાનોથી મળે છે. યોજના હેઠળ અત્યાર સુધી ઘઉની જગ્યાએ ઘઉનો લોટ અપાતો અને ચોખા સાફ કરાતા હતા. જેથી કરીને અશુદ્ધિઓ દૂર થાય અને વિતરણ પહેલા રાશનને સાફ કરી પેક કરી શકાય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More