નવી દિલ્હી: દિલ્હી (Delhi) ના બુરાડી વિસ્તારમાં આજે સવારે તે સમયે હડકંપ મચી ગયો જ્યારે એક વિદ્યાર્થીના મોબાઈલ (Mobile) માં જોરદાર વિસ્ફોટ થયો અને તે ફાટ્યો. જે સમયે મોબાઈલ ફાટ્યો ત્યારે તે ચાર્જિંગમાં નહતો. રાહતની વાત માત્ર એ હતી કે મોબાઈલ ફાટવાથી કોઈ જાનહાનિ થઈ નથી અને એક મોટો અકસ્માત ટળ્યો. આ ઘટના બાદ પરિવારની સાથે સાથે પાડોશી પણ સ્તબ્ધ છે.
પી ચિદમ્બરમ 106 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યાં, કોંગ્રેસીઓએ કર્યું ભવ્ય સ્વાગત
મળતી માહિતી મુજબ હરિશ તોમર પરિવાર સાથે બુરાડીમાં રહે છે. તેમના મોટા પુત્ર હર્ષિત તોમરએ એક બ્રાન્ડેડ કંપનીનો મોબાઈલ થોડા દિવસ પહેલા જ ખરીદ્યો હતો. બુધવારે સવારે લગભગ સાત વાગે મોબાઈલ ફ્રીજ પર રાખ્યો હતો. આ દરમિયાન પુત્ર હર્ષિત ફોન ઉઠાવીને છત પર જવા લાગ્યો હતો. ત્યારે જ તેણે જોયુ કે મોબાઈલમાંથી ધુમાડો નીકળી રહ્યો છે. આ જોઈને તેણે મોબાઈલ ફેંકી દીધો. મોબાઈલ જમીન પર પડતા જ તેમાં વિસ્ફોટ થયો. મોબાઈલ ફાટ્યો. જોરદાર ધડાકાના કારણે મોબાઈલ ફાટવાથી લોકો ભેગા થઈ ગયા. લોકોમાં ચર્ચા હતી કે જો આ મોબાઈલ કાન સાથે લગાવીને રાખ્યો હોત તો મોટો અકસ્માત ટાળી શકાયો હોત.
Maharashtra: શિવસેના-NCP અને કોંગ્રેસના ગઠબંધનની સરકાર વધુ દિવસ નહીં ચાલે- નીતિન ગડકરી
આ ઘટનાએ લોકો માટે ખતરાની ઘંટી વગાડી છે. જે લોકો મોબાઈલ લઈને સૂતા હોય કે તેની આજુબાજુ રાખતા હોય તેમના માટે આ ઘટના બાદ વિચારવા જેવું છે.
આ VIDEO પણ જુઓ...
ધ્યાન રાખવા જેવી વાતો...
- ચાર્જિંગ સમયે ફોનનો ઉપયોગ ન કરો.
- ચાર્જિંગમાં લાગેલા ફોન પર કાન લગાવીને વાત ન કરો. જરૂર હોય તો ઈયરફોન લગાવીને વાત કરો.
- સૂતી સમયે ફોનને તમારા શરીરથી થોડો દૂર રાખો.
- તકિયાની નીચે કે પેન્ટના ખિસ્સામાં ફોન રાખીને ન સૂઓ.
- ફોનનું ચાર્જિંગ પોઈન્ટ બેડથી દૂર રાખો.
- વધુ યૂજ કરવાથી ફોન ગરમ થઈ જાય તો તેને સ્વિચ ઓફ કરો કે પછી થોડીવાર માટે બેટરી કાઢી નાખો.
- ફોન ખરીદતી વખતે કોઈ સસ્તી કે નકલી બ્રાન્ડ ખરીદવાથી બચો. ફોનને સારી રીતે પરખીને જ લો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે